ભારતીય ગણતંત્ર દિવસની પ્રથમ 10 પરેડ, બે વાર તો પાકિસ્તાન હતુ મુખ્ય અતિથિ
નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર
ચીનના માર્શલ આ જિયાનયિંગ(1958)
1952 અને 1953માં બે વર્ષ સુધી કોઈ મુખ્ય અતિથિ ના હોવાથી ભારતના પાડોશી દેશ ચીનના માર્શલ આ જિયાનયિંગને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. તે સમયે ભારત અને ચીન વચ્ચે તણાવ હતો પરંતુ જવાહર લાલ નેહરૂ ભારત અને ચીન વચ્ચે શાંતિની આશા કરી રહ્યા હતા.
અધ્યક્ષ ક્લિમેન્ટ વોરોશિલોવ, સોવિયત સંઘ(1960)
1959માં એક વાર ફરી કોઈ અતિથિ ના હોવાથી 1960માં રૂસ તરફથી મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષ ક્લિમેન્ટ વોરોશિલોવને ગણતંત્ર દિવસની 10મી વર્ષગાંઠ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા.
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય (1961)
સ્વતંત્રતા બાદ ભારતે બ્રિટનને ક્યારેય પણ પરેડ માટે આમંત્રિત કર્યા નહીં. બાદમાં 1961માં ગણતંત્ર દિવસ પરેડ માટે મહારાણી એલિઝાબેથને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કંબોડિયાના રાજા નોરોડૉમ સિહાનોક(1963)
1962માં ભારત-પાક યુદ્ધના કારણે ભારતના કોઈ મુખ્ય અતિથિ નહોતા પરંતુ 1963માં ભારતે પહેલીવાર કંબોડિયાને આમંત્રિત કર્યા અને રાજા નોરોડોમ સિહાનોક મુખ્ય અતિથિ હતા.
પાકિસ્તાનના ખાદ્ય અને કૃષિ મંત્રી રાણા અબ્દુલ હમીદ(1965)
1964માં કોઈ પણ મુખ્ય અતિથિ ના હોવાથી ભારત-પાક વચ્ચે યુદ્ધથી કેટલાક દિવસ પહેલા 1965માં પાકિસ્તાનને એક વાર ફરી મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યુ હતુ. તે વખતે પાકિસ્તાનના ખાદ્ય અને કૃષિ મંત્રી રાણા અબ્દુલ હમીદ મુખ્ય અતિથિ હતા.
બે દેશોને એક સાથે નિમંત્રણ (1968)
1966 અને 1967માં કોઈ પણ મુખ્ય અતિથિ ના હોવાથી ભારતે ગણતંત્ર દિવસ પરેડ માટે 1968માં એક સાથે બંને દેશોને આમંત્રિત કર્યા. ભારતે સોવિયત સંઘના અધ્યક્ષ અલેક્સેઈ કોશ્યગિન અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ જોસિપ બ્રોજ ટીટોને આમંત્રિત કર્યા.
બુલ્ગારિયાના PM ટૉડ ઝિવકોવ (1969)
આ પહેલી વાર હતુ જ્યારે બાલ્કન દેશને ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યારે એવા પણ કેટલાક દેશ છે જેને કેટલીક વાર આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ બુલ્ગારિયા 1969માં પહેલીવાર અને છેલ્લીવાર ભારતની પરેડમાં સામેલ થયુ. બુલ્ગારિયાના PM ટૉડ ઝિવકોવ મુખ્ય અતિથિ બન્યા.
તંજાનિયાના રાષ્ટ્રપતિ જુલિયલ ન્યેરે(1971)
1970માં કોઈ પણ દેશને આમંત્રિત ના કર્યા બાદ, તંજાનિયાને 1971માં ભારતમાં ગણતંત્ર દિવસ પરેડમાં 9માં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બુલ્ગારિયાની જેમ તંજાનિયાને પણ માત્ર એક વાર આમંત્રિત કરવામાં આવ્યા. તંજાનિયાના રાષ્ટ્રપતિ જુલિયસ ન્યેરે મુખ્ય અતિથિ હતા.
મૉરીશસના PM સીવુસાગુર રામગુલામ
1972માં પહેલીવાર મૉરીશસને ભારતમાં ગણતંત્ર દિવસ પરેડ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 1972માં મૉરીશસના PM સીવુસાગુર રામગુલામ ભારતમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા. આ સિવાય 1990 અને 2002માં બે વાર અને મૉરીશસને આમંત્રિત કર્યા.