Get The App

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 16 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશની નંબર-1 કંપની

Updated: Sep 27th, 2021

GS TEAM


Google News
Google News
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 16 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશની નંબર-1 કંપની 1 - image


આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રાકૃતિક ગેસ અને કાચા તેલના વધેલા ભાવના સીધા લાભથી રિલાયન્સના શેરમાં તેજી 

મુંબઇ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં જબરદસ્ત તેજીનો દોર છે. સોમવારે બપોરે 2.23 વાગ્યે કામકાજમાં કંપનીનો શેર 1.63 ટકા વધીને 2529 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી જતાં કંપનીનું માર્કેટ કેપ વધીને 16 લાખ કરોડના આંકને આંબી ગયું છે.

આ સપાટીએ પહોંચનારી રિલાયન્સ દેશની પ્રથમ કંપની છેે. પ્રાકૃતિક ગેસ અને કાચા તેલના આંતરરાષ્ટ્રીય ભાવ વધવાથી રિલાયન્સના નફામાં જોરદાર તેજીની અપેક્ષા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સોમવારે બપોરના કામકાજમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર 2529 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સ અને નિફટીની તેજીમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનું પ્રમુખ યોગદાન છે. શુક્રવારે રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના બંધ ભાવના હિસાબે વર્ષ 2021ના પહેલા નવ મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર રોકાણકારોને 25 ટકા રિટર્ન આપી ચૂક્યા છે. આ ગાળામાં જો કે બેંચમાર્ક સૂચકાંકે 26 ટકાનું રિટર્ન આપ્યું છે. 

આરઆઇએલના શેરમાં તેજીનું મુખ્ય કારણ કાચા તેલના વધેલા ભાવ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જીઆરએમમાં જોરદાર ગ્રોથ નોંધાઇ શકે છે. એની કંપનીના નફા પર સીધી અસર થશે. વિશ્વભરમાં પ્રાકૃતિક ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર 1 ઓકટોબરે ભાવ વધારા મુદ્દે નિર્ણય લઇ શકે છે. સઉદી અરામકો-રિલાયંસના ડીલ અંગે પણ જલદીથી નવાજૂનીની અપેક્ષા છે.

આ સમાચારના પગલે રિલાયન્સના શેરમાં તેજીનું અનુમાન છે. દેશની ટોચની 10 કંપનીઓએ ગયા સપ્તાહે એમના બજાર મૂલ્યાંકનમાં કુલ 1,56,317.17 કરોડ રૂપિયાની વૃધ્ધિ કરી છે. દેશની સૌથી વધુ મૂલ્યવાન ફર્મ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ સોમવારે વધીને 16,00,836.18 કરોડ રૂપિયા પર પહોંચી હતી.

Tags :