Get The App

ઈ-શ્રમ કાર્ડથી સરકારના આ લાભ મળી રહ્યા છે, કરોડો લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

એક્ટીવેટ નંબર સાથે આધાર કાર્ડ લીંક હોવુ આવશ્યક છે. અને તે સાથે વ્યક્તિનું બેંકમાં એકાઉન્ટ હોવુ જરુરી છે

Updated: Mar 4th, 2023

GS TEAM

Google News
Google News
ઈ-શ્રમ કાર્ડથી સરકારના આ લાભ મળી રહ્યા છે, કરોડો લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન 1 - image

Image Envato


નવી દિલ્હી, તા. 4 માર્ચ 2023, શનિવાર 

ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી સરકારની વિવિધ યોજનાનો લાભ ઉઠાવી શકાય છે. સરકાર શ્રમિકોને વીમા કવચ આપી રહી છે. અને તેના માટે કોઈ પણ ચાર્જ આપવો પડતો નથી. 

કેન્દ્ર સરકાર દેશમા કામ કરતા કારીગરો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવી રહી છે. સરકાર ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. અને તેના માટે સરકારે ઈ-શ્રમ કાર્ડ યોજના અમલમાં મુકી છે. ભારત સરકારે ઈ-શ્રમ યોજનાનું પોર્ટલ બનાવ્યુ છે. ડિસેમ્બર 2022 મા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનારની શ્રમિકોની સંખ્યા 25 કરોડથી વધારે હતી. 

આ યોજનાનો લાભ લેવા જરુરી આધાર પુરાવા આ મુજબ છે. 

ઈ-શ્રમ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યા પછી શ્રમિકોને સરકારની યોજનાનો લાભ મળી શકે છે. પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે શ્રમિકો પાસે આધાર કાર્ડ હોવુ જરુરી છે. આ સિવાય તમારા એક્ટીવેટ નંબર સાથે આધાર કાર્ડ લીંક હોવુ આવશ્યક છે. અને તે સાથે વ્યક્તિનું બેંકમાં એકાઉન્ટ હોવુ જરુરી છે. જેને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન કરાવેલ હોય તેઓએ પહેલા મોબાઈલ નંબર લીંક કરાવવો જરુરી છે. 

યોજના હેઠળ શુ લાભ મળે છે અને કોને લાભ મળી શકે

હાલમાં ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રર્ડ શ્રમિકોને સરકાર બે લાખ રુપિયાનો એક્સીડેન્ટ વીમો આપી રહી છે. ઈ-શ્રમ પોર્ટલથી જોડાયેલ શ્રમિકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY હેઠળ બે લાખ રુપિયા સુધીનો વીમાનો લાભ મળવા પાત્ર છે. જેમાં વીમા માટે પ્રીમીયમ આપવાની જરુર નહી પડે.  આ યોજના હેઠળ કોઈ વ્યક્તિનુ દુર્ઘટનામાં મૃત્યુ થાય અથવા પુરી રીતે દિવ્યાંગ થઈ જાય તો તેને બે લાખ રુપિયાની વીમા રાશી મળવા પાત્ર છે. અને જો કોઈ શ્રમિક આંશિક દિવ્યાંગ થઈ જાય તો પણ અક લાખ રુપિયાની વીમા રાશી મળવા પાત્ર છે. આ યોજના હેઠળ 16 થી 59 વર્ષની ઉંમર ધરાવતા હોય અને સરકારની બીજી અન્ય કોઈ પણ યોજનાનો લાભ ન લેતા હોય તેવોને આ યોજનાનો લાભ મળી શકે છે. 

Tags :