બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 65 ટકા મતદાન થયું

બીજા તબક્કાનું મતદાન મંગળવારે, 14મીએ પરિણામ
નાયબ મુખ્યપ્રધાન વિજયકુમાર સિંહાની કાર પર હુમલા સહિતની કેટલીક હિંસક ઘટનાઓ નોંધાઈ
ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આજે થયેલુ ૬૫ ટકા મતદાન બિહારનાં ઇતિહાસમાં થયેલુ સૌથી વધારે મતદાન છે.
થોડાક સમયને બાદ કરતા એનડીએ છેલ્લા ૨૦ વર્ષથી બિહારમાં શાસનમાં છે. રાજદએ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેજસ્વી યાદવની જાહેરાત કરી છે. રાજદનાં તેજસ્વી યાદવ, નાયબ મુખ્યપ્રધાનો સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહા સહિતનાં ૧૩૧૪ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે.
મતદાન દરમિયાન કેટલીક હિંસક ઘટનાઓ બની હતી. જે પૈકી એક ઘટનામાં વિજયકુમાર સિંહાની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
ભાજપે દાવો કર્યો છે કે મોટી સંખ્યા મહિલા મતદારોએ કરેલું મતદાન એનડીએ માટે સારા સંકેત છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રાજદના જંગલ રાજમાં માતાઓ, દીકરીઓ અને બહેનોને સૌથી વધુ સહન કરવું પડતું હતું. તેથી જંગલરાજને ફરીથી આવતા રોકવા માટે મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ છે.
લાલુપ્રસાદ યાદવે એક્સ પર લખ્યું હતું કે જો રોટીને તવા પરથી યોગ્ય સમયે હટાવવામાં ન આવે તો તે બળી જાય છે. એનડીએએ ૨૦ શાસન કર્યુ તે એક મોટો સમયગાળો છે. તેજસ્વીની સરકાર નવા બિહારનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે.









