Get The App

તૈયાર છે, નવું સંસદ ભવન; 26 મેના દિવસે ઉદઘાટન થશે : નરેન્દ્ર મોદી માટે તે માસ દિવસ

Updated: May 17th, 2023

GS TEAM


Google News
Google News
તૈયાર છે, નવું સંસદ ભવન; 26 મેના દિવસે ઉદઘાટન થશે : નરેન્દ્ર મોદી માટે તે માસ દિવસ 1 - image


- જી-20 દેશોની સંસદોના સ્પીકર્સની પરિષદ પણ આ નવા ''સંસદ-ભવન''માં યોજાશે

નવી દિલ્હી : રાષ્ટ્રના નવા સંસદ ભવનની રાહ જોવાનો સમય હવે પુરો થવા આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬મી મેના દિવસે તેનું વિધિવત્ ઉદઘાટન કરશે. જોકે હજી સુધી સત્તાવાર રીતે આ માહિતિને પુષ્ટિ આપવામાં આવી નથી પરંતુ બિન-સત્તાવાર રીતે આ તારીખ નિશ્ચિત આપવામાં આવે છે. આ ત્રિકોણાકાર ભવનનું નિર્માણ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ ના દિવસે થયું. તે દિવસના પછી ખરા અર્થમાં કામ ઓગષ્ટ ૨૦૨૨ થી શરૂ થયું.

મહત્વની વાત તે છે કે ૯ વર્ષ પુર્વે ૨૦૧૪ માં નરેન્દ્ર મોદીએ આ દિવસે વડાપ્રધાન પદના શપથ લીધા હતા.

આ નવા ભવનમાં આ વર્ષનું ચોમાસું સત્ર યોજાશે કેમ કે તે નિશ્ચિત નથી પરંતુ જી-૨૦ દેશોની સંસદોના સ્પીકર્સની પરિષદ તો આ નવા ભવનમાં યોજાશે તે નિશ્ચિત છે.

તે સર્વવિદિત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ ના દિવસે નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી. (ખાતમુર્હૂત કર્યું હતું). ત્યારે તેઓએ કહ્યું હતું કે આ સંસદ ભવનનું નિર્માણ આપણી લોકતાંત્રિક પરંપરાઓના સૌથી વધુ મહત્વપુર્ણ પગલાઓ પૈકીનું એક પગલું છે. તેઓએ કહ્યું કે સંસદની આ નવી ઈમારતથી વધુ સુંદર કશું હોઈ ન શકે કે વધુ શુદ્ધ ન હોઈ શકે. પછી આ વર્ષે તો ભારત તેના સ્વાતંત્ર્યનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.

નવા સંસદ ભવનની વિશિષ્ટતાઓ

૬૪ હજાર ૫૦૦ ચોરસમીટરમાં બનેલા આ સ્થાપત્યમાં ૪ લાખ છે તેમાં ૧૨૨૪ સાંસદો રહી શકે તેમ છે. આ ભવનના ત્રણ મુખ્ય દ્વાર હશે. જેના નામ 'જ્ઞાાન-દ્વાર', 'શક્તિ-દ્વાર' અને 'કર્મ-દ્વાર' તેમ રખાયા છે. આ ભવનમાં વીઆઈપી અને સાંસદો માટે અલગ પ્રવેશદ્વાર રહેશે. અન્ય મુલાકાતીઓ માટે અલગ પ્રવેશદ્વાર રહેશે. ભવનમાં એક લાઈબ્રેરી, વિવિધ સમિતિઓ માટેના ખંડો તથા ડાઈનિંગ રૂમ રહેશે.

ભવનની સૌથી મહત્વની વિશેષતા સંવિધાન હોલ છે. આ હોલમાં સંવિધાનની એક વિશાળ કદની પ્રત રખાશે. તે ઉપરાંત મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ તથા ભારતના અન્ય વડાપ્રધાનો તથા રાષ્ટ્રપતિઓ અને ઉપરાષ્ટ્રપતિઓની તસ્વીરો હશે. આ ભવનમાં કોણાર્કના સુર્યમંદિરની પણ પ્રતિકૃતિ રહેશે.

વડાપ્રધાનના કાર્યક્રમમાં જણાવ્યા પ્રમાણે નવું સંસદ ભવન અત્યાધુનિક ટેકનિકલ સેવાઓ યુક્ત અને ઉર્જા કુશલ રહેશે. તે તમામ સુરક્ષા સુવિધા ધરાવતું હશે. નવા ભવનને ભારતીય સંસ્કૃતિ, ક્ષેત્રીય કલા, શિલ્પ અને વાસ્તુ કલાના સંમિશ્રણ દ્વારા સજાવવામાં આવ્યું છે. જનસામાન્ય પણ તે જોઈ શકશે.

Tags :