RCBના સ્ટાર ખેલાડી પર યૌન શોષણનો આરોપ, પીડિતાએ કહ્યું- લગ્નની લાલચ આપી 5 વર્ષ રાખ્યા સંબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cricketer Yash Dayal Case: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં RCB તરફથી રમતા ક્રિકેટર યશ દયાલ મોટા વિવાદમાં ફસાતો નજરે પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રહેતી એક યુવતીએ યશ દયાલ પર લગ્નની લાલચ આપીને શારીરિક અને માનસિક શોષણ કર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુવતીએ આ ફરિયાદ ઉત્તરપ્રદેશ સરકારની IGRS (ઇન્ટીગ્રેટેડ ગ્રિવેન્સ રિડ્રેસલ સિસ્ટમ)ના માધ્યમથી મુખ્યમંત્રીને ઓનલાઇન ફરિયાદ દાખલ કરાવી છે.
મુખ્યમંત્રી કાર્યાલયે તેને ગંભીરતાથી લેતા ગાઝિયાબાદના સીઓ ઇન્દિરાપુરમ પાસે રિપોર્ટ માગ્યો છે. અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, 21 જુલાઈ 2025 સુધી આ ફરિયાદનો નિકાલ ફરજિયાતપણે કરવામાં આવે. ત્યારે હવે મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા ફરિયાદને લઈને પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઈ છે.
14 જૂને કરી હતી ફરિયાદ
યુવતીએ એ પણ દાવો કર્યો કે તેણે 14 જૂન 2025ના રોજ મહિલા હેલ્પલાઈન નંબર પર પણ ફરિયાદ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. યુવતીએ ફરિયાદમાં લખ્યું કે, હું છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે રિલેશનમાં હતી. તેમણે વારંવાર લગ્નનો વાયદો કર્યો, પરંતુ બાદમાં દગો આપ્યો. આ દરમિયાન મારી સાથે શારીરિક અને માનસિક શોષણ કરાયું. હવે હું ન્યાય માગું છું. હાલ આ મુદ્દે યશ દયાલ કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.








