For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

EMI ભરી રહેલા લોકોને 8 જૂને મળી શકે છે ખુશખબરી ! RBIની MPCની બેઠક થઈ શરૂ

RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ, 3 દિવસ સુધી યોજાશે બેઠક

બેઠકમાં વ્યાજ દરો અંગે થશે ચર્ચા : RBI રેપો રેટ સ્થિર રાખે તેવી નિષ્ણાંતોને સંભાવના

Updated: Jun 6th, 2023

Article Content Image

નવી દિલ્હી, તા.06 મે-2023, મંગળવાર

ભારતીય રિઝર્વ બેંક - RBIની દર બીજા મહિને યોજાતી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. ત્રણ દિવસ સુધી યોજનારી આ બેઠકમાં રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસ દ્વારા પરિણામોની જાહેરાત 8 જૂને કરાશે. રિઝર્વ બેંકે ગત બેઠકમાં વ્યાજ દરો સ્થિર રાખ્યા હતા. આવી સ્થિતિમાં હોમ લોન અને EMI ફરી રહેલા લોકોને ઘણી આશાઓ છે. લોકોને આશાઓ છે કે, રિઝર્વ બેંક આ વખતે એક વર્ષ બાદ વ્યાજ દરોમાં કપાત કરી શકે છે. જોકે નિષ્ણાંતોનું માનીએ તો, રિઝર્વ બેંક આ વખતેની એમપીસી બેઠકમાં વ્યાજ દરોને સ્થિર રાખી શકે છે.

ગત એક વર્ષમાં રેપો રેટમાં કરાયો 2.5 ટકાનો વધારો

ગત વર્ષે ક્રુડ ઓઈલની વધીત કિંમતો વચ્ચે રિઝર્વ બેંકે લગભગ 2 વર્ષના બ્રેક બાદ અચાનક રેપો રેટમાં ફેરપાર શરૂ કર્યા હતા. ત્યારથી એક વર્ષમાં દેશમાં લોન સતત મોંઘી થઈ રહી છે. એક વર્ષની અંદર રેપો રેટના દરો 2.5 ટકા વધી ગયા છે, જેની સીધી અસર ઘર અને કારના લોન પર પડી છે. લોન મોંઘી થવાના કારણે EMIનું ભારણ પણ વધતુ જઈ રહ્યું છે. ગત વર્ષે લગભગ 7 ટકાની આસપાસ મળતી હોમ લોન અને કાર લોન બે આંકડામાં પહોંચી ગઈ છે. જ્યારે પર્સનલ લોનની EMI પણ સતત વધી રહી છે. જોકે ફિક્સ ડિપોઝીટમાં વ્યાજ દરમાં વધારો થતાં સામાન્ય લોકોને ફાયદો પણ થયો છે.

RBIની બેઠક આજથી શરૂ

ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક દર બે મહિને યોજાય છે. આ મહિને આજથી ત્રણ દિવસી બેઠક શરૂ થઈ ગઈ છે. હાલની બેઠકમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી એમસીપીસના સભ્યો વ્યાજ દરો અંગે ચર્ચા કરશે અને RBI 8મી જૂને રેપો રેટ અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે.

વ્યાજ દરો સ્થિર રહેવાની અપેક્ષા

આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે, આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં ફેરફાર નહીં કરીને લોકોને રાહત આપી શકે છે. એપ્રિલમાં યોજાયેલી છેલ્લી MPC બેઠકમાં બેંકે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખ્યો હતો. આર્થિક નિષ્ણાતોને આશા છે કે, મોંઘવારીના આંકડાને જોતા RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં ફરી એકવાર રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે, ગયા વર્ષે એપ્રિલ સુધી રેપો રેટ 4 ટકા હતો, જે આખા વર્ષના ગ્રોથ બાદ 6.5 ટકા પર પહોંચી ગયો છે.

મોંઘવારીમાં રાહત આપવા પર ધ્યાન કેન્દ્રીત કરશે રિઝર્વ બેંક

ગત વર્ષે જ્યારે દેશમાં મોંઘવારીનો દર વધી રહ્યો હતો ત્યારે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં સતત વધારો કરી રહી હતી. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારી અંગેના આંકડા રાહત આપી રહ્યા છે. એપ્રિલ-2023માં ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI આધારિત છૂટક ફુગાવો 4.7 ટકાના 18 મહિનાના નીચા સ્તરે પહોંચ્યો હતો. જ્યારે દેશમાં GDP વૃદ્ધિ દર પણ 6 ટકાથી વધુ રહ્યો છે. આ બાબતોને ધ્યાને રાખી માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે રિઝર્વ બેંક હોમ લોનનું ભારણ સહન કરી રહેલા લોકોને રાહત આપી શકે છે.

Gujarat