Get The App

રાશનકાર્ડ ગ્રાહકો માટે જાહેર થયો હેલ્પલાઈન નંબર

- ઓછું રાશન કે રાશન ન મળતાં કરો ફરિયાદ

Updated: Aug 27th, 2020

GS TEAM


Google News
Google News
રાશનકાર્ડ ગ્રાહકો માટે જાહેર થયો હેલ્પલાઈન નંબર 1 - image


નવી દિલ્હી, તા. 27 ઓગસ્ટ 2020 ગુરૂવાર

દેશના અલગ અલગ ભાગમાંથી રાશનકાર્ડ પર અનાજ ન મળવાની અથવા તો ઓછું મળવાની ફરિયાદો આવી રહી છે. રાશન ડીલર કાર્ડધારકોની સાથે તેમના કોટાનો ભાગ આપવામાં પણ આનાકાની કરે છે. 

આ સમસ્યાથી રાહત મેળવવા ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. ગ્રાહકો અહીં ફરિયાદ કરી શકે છે. જ્યારે ફરિયાદ મળશે ત્યારે તરત જ કાર્યવાહી કરાશે.કેન્દ્ર સરકારે લોકડાઉન પછી આત્મનિર્ભર ભારત અભિયાન યોજનાના આધારે પ્રવાસી શ્રમિકોને અનાજ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. 

આ સમયે એવી ફરિયાદ આવી છે જેમાં ડીલર દ્વારા ઓછું અનાજ અપાય છે. જો કોઈ રાશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજ મેળવવામાં તકલીફ પડી રહી છે તો તેઓ તેની ફરિયાદ જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રણ કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્ર પર કરી શકે છે. 

સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યા છે. ગ્રાહક અહીં ફરિયાદ કરી શકે છે. આ રાજ્ય સરકારોએ અલગથી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

Tags :