Get The App

ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે

Updated: Apr 15th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે 1 - image

- 14 મેના રોજ લીલામી કરવામાં આવશે

- ગોલકોન્ડા બ્લ્યુ ડાયમંડનો ભાવ રૂ. 300 થી રૂ. 430 કરોડ હશે : ક્રિસ્ટી 

નવી દિલ્હી : ભારતના રાજાઓના ઇતિહાસની શાન વધારતા એક અણમોલ હીરાની ૧૪મી મેના રોજ લીલામી થવાની છે. આ હીરાનું નામ ગોલકોન્ડા બ્લુ છે. આ એક દુર્લભ બ્લ્યુ ડાયમંડ છે. તે પહેલા  ઇન્દોર અને વડોદરાના મહારાજાઓ પાસે હતો. 

જિનિવામાં ક્રિસ્ટીઝના મેગ્નિફિસન્ટ જ્વેલ્સ ઓક્શનમાં તેની લીલામી થશે. આ બ્લૂ ડાયમંડ ૨૩.૨૪ કેરેટનો છે. તેને પેરિસના એક જાણીતા ઝવેરીએ એક સુંદર વીંટીમાં જડયો છે. આશા છે કે આ હીરાની કિંમત ૩.૫થી ૫ કરોડ ડોલર હશે. ભારતીય રૂપિયામાં તેનું મૂલ્ય ૩૦૦થી ૪૩૦ કરોડ રૂપિયા થાય છે.  આ હીરાનું નામ ગોલકોંડાની ખાણો પર રાખવામાં આવ્યું છે. આ ખાણો તેલંગણામાં છે. ક્રિસ્ટીના જણાવ્યા મુજબ આ હીરો ક્યારેક ઇન્દોરના મહારાજા યશવંતરાવ હોલકર બીજાનો હતો. ૧૯૨૩માં મહારાજાના પિતાએ આ હીરોને બ્રેસલેટમાં લગાવ્યો હતો. આ બ્રેસલેટ ફ્રેન્ચ ઝવેરી શોમે બનાવ્યો હતો.૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી આ બ્લ્યુ ડાયમંડને જાણીતા અમેરિકન ઝવેરી હેરી વિન્સ્ટનને વેચવામાં આવ્યો હતો. આ હીરો વડોદરાના મહારાજા સાથે પહોંચ્યો હતો. આ રીતે આ હીરાની શાહી સફર જારી રહી હતી.