VIDEO: 'પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ...', રામલીલા મંચ પર જ 'દશરથ'નું પાત્ર ભજવતા કલાકારનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ramleela: હિમાચલ પ્રદેશના ચંબામાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં રામલીલા નાટક દરમિયાન રાજા દશરથની ભૂમિકા ભજવનાર 40 વર્ષના અમરેશ મહાજનનું ચાલુ નાટક દરમિયાન હાર્ટ એટેક આવાથી નિધન થયું હતું. આ ઘટનાથી સ્થાનિકો, પરિવારજનો અને મિત્રો દુ:ખની લહેર પસરી છે.
રામલીલા દરમિયાન રાજા દશરથનું દરબાર સજાવેલો હતો. તે દરમિયાન દશરથની ભૂમિકા નિભાવનાર અમરેશ મહાજન પોતાનો ડાઈલોગ બોલી રહ્યા હતા. જ્યારે તે કહે છે કે 'મેં અપની પ્રજા કે લીએ અપને પ્રાણ તક ન્યોછાવર કર દૂંગા...' આ ડાઈલોગ બોલતા સમયે જ તેઓ નમી ગયા અને પછી તે ઉભા થઈ ન શક્યા. થોડીક મિનિટોમાં જ તેનું મોત થઈ ગયું હતું. આ આખું દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
દર્શકોને લાગ્યું કે આ કોઈ નાટકનો જ એક ભાગ હશે, પરંતુ દ્રશ્ય દરમિયાન આ જોઈને આયોજકો ચિંતિત થઈ ગયા. જ્યારે આયોજકો સ્ટેજ પર ગયા ત્યારે જાણવા મળ્યું કે અમરેશને હાર્ટએટેક આવ્યો છે. આ ઘટના બાદ તેને નજીકની હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. પણ તે બચી ન શક્યા. અમરેશના નિધન બાદ ચંબામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલમાં રામલીલાના તમામ નાટકો પણ અમુક દિવસો માટે મુલતવી રાખવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમરેશ લગભગ 40 વર્ષથી રામલીલામાં રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. એક અનુભવી કલાકાર, અમરેશ હંમેશા દર્શકો પર છાપ છોડી ગયા.









