Get The App

સીમા હૈદરને ચૂંટણી લડવાની ઓફર પર ગુસ્સે થયા કેન્દ્રીય મંત્રી, કહ્યું ‘જો તેને ટિકિટ આપવી પડશે તો...’

રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, અમારી પાર્ટીનો સીમા હૈદર સાથે કોઈ સંબંધ નથી. તે પાકિસ્તાનથી ભારત આવી છે. જો અમારે તેને ટિકિટ આપવી પડશે તો આ ટિકિટ ભારતથી પાકિસ્તાનની ટિકિટ હશે

Updated: Aug 4th, 2023

GS TEAM


Google News
Google News
સીમા હૈદરને ચૂંટણી લડવાની ઓફર પર ગુસ્સે થયા કેન્દ્રીય મંત્રી, કહ્યું ‘જો તેને ટિકિટ આપવી પડશે તો...’ 1 - image

નવી દિલ્હી, તા.04 ઓગસ્ટ-2023, શુક્રવાર

પાકિસ્તાનની સીમા હૈદર અને અને ગ્રેટર નોઈડાના સચિન મીણા હાલના દિવસોમાં ઘણા ચર્ચાસ્પદ બની ગયા છે. સીમા-સચિનને કોઈકે ફિલ્મની ઓફર આપી છે તો કોઈએ નોકરીનો પ્રસ્તાવ પણ મોકલ્યો છે. ત્યારે સીમા હૈદર ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સીમાને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય પ્રવક્તા કિશોર માસૂમે પક્ષમાં સામેલ કરવાની ઈચ્છા દર્શાવી છે. જોકે હવે આ મામલે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પ્રતિક્રિયા આપી છે.

‘જો અમારે તેને ટિકિટ આપવી પડશે તો...’

પાકિસ્તાનની નાગરિક સીમા હૈદરને લઈને રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, અમારી પાર્ટીનો સીમા હૈદર સાથે કોઈ સંબંધ નથી. તે પાકિસ્તાનથી ભારત આવી છે. તેને પાર્ટીમાં સામેલ કરવાનો કોઈ સવાલ જ નથી... જો અમારે તેને ટિકિટ આપવી પડશે તો આ ટિકિટ ભારતથી પાકિસ્તાનની ટિકિટ હશે.

પાર્ટી પ્રવક્તા કિશોર માસૂમે સીમા હૈદર અંગે શું કહ્યું હતું ?

આ અગાઉ પક્ષ પ્રવક્તા કિશોર માસૂમે કહ્યું હતું કે, સીમાને રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા ઉત્તર પ્રદેશની મહિલા વિંગની અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. તેમનું કહેવું હતું કે, જો સીમા નિર્દોષ સાબીત થશે, તેના જાસુસ હોવાના કોઈ સબુત નહીં મળે અને તેને ભારતની નાગરિકતા મળી જશે તો તેને પક્ષમાં સામેલ કરવામાં આવશે.

સીમા અને સચિન પોલીસની દેખરેખ હેઠળ

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હવે ગ્રેટર નોઈડાના રાબુપુરા ગામમાં રહેવા લાગી છે. સીમા અને સચિન બંને પોલીસની દેખરેખ હેઠળ છે અને સચિન હાલમાં કોઈ કામ કરતો નથી. આ દંપત્તિની દુર્દશા અને ગરીબીની વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીમાનો એક વીડિયો પણ ઓનલાઈન સામે આવ્યો છે, જેમાં તે પોતાના પતિની કમાણી અને તેની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતી જોવા મળી રહી છે.

Tags :