Get The App

હંમેશા મોંઘા વકીલ રહ્યા જેઠમલાણી, એક કેસની લેતા આટલી ફી

Updated: Sep 8th, 2019

GS TEAM


Google News
Google News
હંમેશા મોંઘા વકીલ રહ્યા જેઠમલાણી, એક કેસની લેતા આટલી ફી 1 - image

નવી દિલ્હી, તા. 8 સપ્ટેમ્બર 2019 શનિવાર

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. વકાલતની લગભગ 70 વર્ષની પોતાની કારકિર્દીમાં તેમણે કેટલાય મોટા કેસ લડ્યા. ઈન્દિરા ગાંધીના હત્યારાથી લઈને અફઝલ ગુરૂના કેસમાં પણ જેઠમલાણીએ જ પેરવી કરી હતી. 

જાણો કેમ તેમને દેશના મોંઘા વકીલ કહેવામાં આવતા હતા

આપને જાણીને કદાચ નવાઈ લાગશે કે રામ જેઠમલાણી એક કેસ માટે લગભગ 25 લાખ રૂપિયા ફી લેતા હતા. કેસ પ્રત્યે તેમની ધગશ જોતા ક્લાઈન્ટ તેમને ગમે તેટલી રકમ ચૂકવવા તૈયાર રહેતા હતા.

જેઠમલાણી દરેક કેસની સુનવણી માટે પણ અલગથી ચાર્જ કરતા હતા. કોર્ટમાં તેમની એક સુનાવણીની ફી લગભગ 10થી 20 લાખ રૂપિયાની વચ્ચે થતી હતી. રામ જેઠમલાણી સીનિયર વકીલ હોવાની સાથે-સાથે રાજ્યસભાના સાંસદ પણ હતા. તે અટલ બિહારી વાજપેયીની NDA સરકારમાં દેશના કાયદા મંત્રી પણ રહ્યા.

રાજકારણ અને વકાલત સિવાય તેમને રમતમાં પણ ખાસો રસ હતો. જેઠમલાણી બેટમિન્ટન જોવાનું અને રમવાનુ ઘણુ પસંદ કરતા હતા. તેમણે પોતાના સાંસદ નિવાસમાં પણ એક ઈનડોર બેડમિન્ટન કોર્ટ બનાવી રાખી હતી.

Tags :