India

રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત

By GS TEAM
17 Mar 20262 mins read
TukuTouch Logo
રાજ્યસભાની 37 બેઠકો માટે ગઈકાલે 16 માર્ચે યોજાયેલી ચૂંટણીએ સંસદના ઉપલા ગૃહનું ચિત્ર બદલી નાખ્યું છે. આ ચૂંટણીઓ પછી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) માત્ર નિર્ણાયક સરસાઈ જ નથી મેળવી, પરંતુ હવે ગૃહમાં તેની બહુમતી પણ સુનિશ્ચિત થઈ ગઈ છે, આ ચૂંટણી એક એવો વળાંક છે જે આગામી સંસદીય સત્રોમાં સત્તાધારી પક્ષને સ્પષ્ટ લીડ આપતો દેખાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત

Rajya Sabha Election 2026: રાજ્યસભાની 37 બેઠકો માટે ગઈકાલે 16 માર્ચે યોજાયેલી ચૂંટણીએ સંસદના ઉપલા ગૃહનું ચિત્ર બદલી નાખ્યું છે. આ ચૂંટણીઓ પછી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) માત્ર નિર્ણાયક સરસાઈ જ નથી મેળવી, પરંતુ હવે ગૃહમાં તેની બહુમતી પણ સુનિશ્ચિત થઈ ગઈ છે, આ ચૂંટણી એક એવો વળાંક છે જે આગામી સંસદીય સત્રોમાં સત્તાધારી પક્ષને સ્પષ્ટ લીડ આપતો દેખાઈ રહ્યો છે.

કેવી રીતે મળી સરસાઈ?

37 બેઠકોમાંથી 11 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં NDAએ 9 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે બાકીની 26 બેઠકો પર બિનહરીફ ચૂંટણી થઈ હતી, જ્યાં NDAને 13 બેઠકો મળી હતી. આ રીતે કુલ 37માંથી 22 બેઠકો NDAના ખાતામાં ગઈ, જ્યારે વિપક્ષી પાર્ટીઓ 15 બેઠકો પર સમેટાઈ ગઈ. ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજરમત થકી બિહાર અને ઓડિશામાં એક-એક વધારાની બેઠક મેળવી, જ્યારે હરિયાણામાં કાંટાની ટક્કર બાદ પણ એક બેઠક જીતીને સમીકરણ પોતાના પક્ષમાં કરી લીધું.

શું છે રાજ્યસભાનું પૂરું ગણિત?

રાજ્યસભાની કુલ સંખ્યા 250 છે અને બહુમતીનો આંકડો 126 બેઠકોનો છે. હાલની સ્થિતિમાં NDA ગઠબંધન 135 થી વધીને 141 બેઠકો પર પહોંચી ગયું છે એટલે કે બહુમતીના આંકડાથી ઘણું આગળ. NDAમાં સૌથી મોટી તાકાત ભારતીય જનતા પાર્ટી છે, જેની પાસે એકલી 106 બેઠકો છે. પરંતુ અસલી મજબૂતી સહયોગી પક્ષોના વ્યાપક ફેલાવા અને સારા પ્રદર્શનને કારણે આવે છે.

કયા પક્ષના કેટલા સભ્યો (NDA)

AIADMK: 5 બેઠકો

જનતા દળ (યુનાઈટેડ): 4 બેઠકો

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP): 4 બેઠકો

તેલુગુ દેશમ પાર્ટી (TDP): 2 બેઠકો

શિવસેના: 2 બેઠકો

યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ: 2 બેઠકો

રાષ્ટ્રીય લોકદળ (RLD): 1 બેઠક

જનતા દળ (સેક્યુલર): 1 બેઠક

અસમ ગણ પરિષદ: 1 બેઠક

PMK: 1 બેઠક

મિઝો નેશનલ ફ્રન્ટ: 1 બેઠક

નેશનલ પીપલ્સ પાર્ટી: 1 બેઠક

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે): 1 બેઠક

રાષ્ટ્રીય લોક મોરચા: 1 બેઠક

અપક્ષ (કાર્તિકેય શર્મા): 1 બેઠક

આ સિવાય 7 નામાંકિત (Nominated) સભ્યો છે, જે કુલ સંખ્યાને વધુ મજબૂતી આપે છે.

વિપક્ષની શું છે સ્થિતિ?

બીજી તરફ INDIA ગઠબંધનની તાકાત 62 થી ઘટીને 58 બેઠકો પર આવી ગઈ છે. જો કે કોંગ્રેસ 29 બેઠકો સાથે હજુ પણ વિપક્ષ બેસવાની ક્ષમતા ધરાવે છે. તેની પાસે વિરોધ પક્ષના નેતાનું પદ જળવાઈ રહેશે. અન્ય પક્ષોની સ્થિતિ પણ થોડી નબળી પડી છે, જે 47 થી ઘટીને 45 બેઠકો પર રહી ગઈ છે.

શું છે રાજકીય અર્થ?

અત્યાર સુધી રાજ્યસભાને સરકાર માટે ‘કઠિન ગૃહ’ માનવામાં આવતું હતું, જ્યાં વિપક્ષ ઘણીવાર બિલો અટકાવી દેતું હતું. પરંતુ નવા આંકડાથી બાજી સરકારના હાથમાં આવી ગઈ છે, હવે સરકાર પાસે માત્ર બહુમતી જ નથી, પરંતુ સહયોગી પક્ષો સાથે એક સ્થિર અને સુરક્ષિત સંખ્યાબળ પણ છે. તેની સીધી અસર આગામી ચોમાસું સત્રમાં જોવા મળી શકે છે, જ્યાં સરકાર માટે મહત્વના બિલો પસાર કરાવવાનું પહેલા કરતા ઘણું સરળ રહેશે.