55 વર્ષની મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો, પતિએ કહ્યું - અમે ગરીબ છીએ, રહેવા માટે ઘર નથી
woman gave birth to her 17th child: રાજસ્થાનના ઉદયપુરના ઝાડોલ વિસ્તારમાં 55 વર્ષની મહિલાએ તેના 17માં બાળકને જન્મ આપતા હોસ્પિટલમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ અને હવે તો દેશમાં આ સમાચાર ફેલાઈ ગયા. 17માં બાળકને જન્મ આપતા પહેલા મહિલાએ 16 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં 4 દીકરા અને 1 દીકરીને જન્મ લેતા જ મોત મળ્યું. ત્યારે આ મહિલાના પાંચ બાળકો પરિણીત છે અને તેમના બાળકો પણ છે.
વધતી લોકસંખ્યા પર લગામ લગાવવા માટે વર્ષો પહેલા સરકારે 'હમ દો, હમારે દો'નો સૂત્ર આપ્યો હતો. સામાન્ય લોકોને જાગૃત કરવા સરકારે આ અભિયાન માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને મોટા-મોટા દાવા કરે છે. પણ રાજસ્થાનના ઉદયપુરના આદિવાસી અંચલ ઝાડોલ વિસ્તારથી એક એવો કેસ સામે આવ્યો છે, જે જાણી સરકારના દાવાઓની પોલ ખુલી જશે.
55ની ઉંમરમાં 17માં બાળકને જન્મ આપ્યો
ઝાડોલ વિસ્તારમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રની એક હોસ્પિટલમાં 55 વર્ષની મહિલા રેખા કાલબેલિયાએ તેના 17 બાળકને જન્મ આપ્યો હતો. રેખા તેની પહેલા 16 બાળકોની માતા બની ચૂકી હતી. જોકે તેના ચાર દીકરા અને એક દીકરી જન્મતાની સાથે જ મોતને ભેટી ગયા હતા. ત્યારે, રેખાના પાંચ બાળકો પરિણીત છે અને તેમના પણ બાળકો છે.
આ પણ વાંચો : સાઉથના દિગ્ગજ સુપરસ્ટારની ધરપકડ થવાની શક્યતા, જાણો મામલો છે અતિ ગંભીર
ભંગાર ભેગું કરી ને ગુજરાન ચલાવતા આ પરિવાર શિક્ષાના નામે બાળકોને સ્કૂલ કે કોલેજ સુધી ન મોકલી શકયા. પીએમ આવાસ યોજના હેઠળ ઘર તો બનાવ્યું, પણ જમીન તેમના નામે ન હોવાને કારણે આજે પૂરો પરિવાર બાળક સહિત બેઘર છે. પરિવારે જણાવ્યું કે તેમની પાસે ભોજન અને બાળકના લગ્ન માટે આર્થિક રીતે સક્ષમ નથી. શિક્ષા અને ઘરની સમસ્યા અમને દર દિવસે હેરાન પરેશાન કરે છે.
ઝાડોલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના સ્ત્રી રોગના નિષ્ણાત રોશન દરાંગીએ જણાવ્યું કે રેખા જ્યારે દાખલ થઈ, ત્યારે પરિવારે જણાવ્યું કે આ તેનું ચોથું સંતાન છે. પછી જાણવા મળ્યું કે આ તેનો 17મો બાળક છે. હવે રેખા અને તેના પતિને નસબંદી માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિથી બચી શકાય.