રાજસ્થાનના આ ગામડામાં રહેતા લોકોને દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ હવે વીજળી મળી
Rajasthan News: રાજસ્થાનના બારાં જિલ્લાના એક અંતરિયાળ પર્વતીય ક્ષેત્રને સ્વતંત્રતાના 78 વર્ષ પછી પ્રથમ વખત વીજળી કનેકશન મળ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સંવારા ગામથી 300 કિમી દૂર અને જિલ્લા મુખ્યાલયથી 175 કિમી દૂર 40 ઘરોમાં રહેતા સહરિયા જનજાતિના લગભગ 200 લોકોની વીજળી માટેની લાંબી રાહ અંતે 30 જૂને પૂર્ણ થઇ હતી.
જિલ્લા કલેક્ટર રોહિતાશ્વ સિંહ તોમરે ગુરૂવારે જણાવ્યું હતું કે હવે બારાં જિલ્લામાં 100 ટકા વીજળી કનેકશન ઉપલબ્ધ થઇ ગયું છે.
તેમણે જણાવ્યું હતું કે ગયા મહિને રાત્રિ ચૌપાલ દરમિયાન લોકો પાસેથી ફરિયાદ મળ્યાના 20-25 દિવસની અંદર આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરે જણાવ્યું હતું કે આ જન સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાનો એક ઉલ્લેખનીય ઉદાહરણ છે. બદ્રી સહરિયાના પૌત્ર અરૂણ સહરિયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગામના લોકો હવે ખુશ અને ઉત્સાહિત છે કારણકે તેમની રાત્રિઓ પ્રકાશિત થઇ ગઇ છે. દાયકાઓ પછી ગામમાં અંતે વીજળી પહોંચી છે.
પૂર્વ સરપંચ બદ્રી સહરિયા અને અન્ય સ્થાનિક લોકોએ રાત્રિ ચૌપાલ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. સહરિયા એક વિશેષ રીતે નબળો જનજાતીય સમૂહ છે.
23 મેના રોજ રાત્રિ ચૌપાલ દરમિયાન બદ્રી સહરિયાએ જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે સહરિયા સમુદાયના 40 પરિવારો પાસે વીજળી નથી અને વર્ષોથી અંધારામાં જીવી રહ્યાં છે.