રાજસ્થાનમાં આવેલુ એક એવું મંદિર જ્યાં થાય છે ભૂત-પ્રેતોનો ઇલાજ
રાજસ્થાન,તા.16 એપ્રિલ 2022,શનિવાર
મંદિરોમાં તમે આરતી, ઘંટ અને મંત્રોનો અવાજ સાંભળ્યો હશે, પણ આજે અમે રાજસ્થાનના એક મંદિરની વાત કરી રહ્યાં છે, જ્યાં પ્રવેશ કરતાની સાથે જ જોરશોરથી બુમો પાડવાનો અવાજ આવે છે. આ મંદિરમાં જો તમે દર્શન કરવા આવો છો તો અહીંથી પ્રસાદ પણ તમે ઘરે નથી લઇ જઇ શકતા.
રાજસ્થાનમાં સાલાસર બાલાજી, મોતી ડૂંગરી, બ્રાહ્રાજી મંદિર જેવા ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે, પંરતૂ ત્યાં એક સિદ્ધ મંદિર છે, ત્યાં પહેલીવાર આવવાનો ભક્તને ડર લાગે છે. આ મંદિર રાજસ્થાનના દૌસા જીલ્લામાં સ્થિત મહેંદીપુર બાલાજી મંદિરમાં આવેલું છે.
રાજસ્થાનમાં આવેલું આ મંદિર જયપુરથી 100 કિમી દૂર આવેલુ છે, ત્યાં ભગાવાનના દસ પ્રમુખ સિદ્રપીઠોમાંથી એક છે. લોકોનું કહેવુ છે કે,આ સ્થાન પર હનુમાનજી જાગૃત અવસ્થામાં વિરાજે છે.
આજ કારણે જે વ્યક્તિમાં ભૂત હોય છે,તે અહીં આવી શકતુ નથી. જો તે આવી જાય તો વ્યક્તિ બૂમ બરાડા કરવા લાગે છે. લોકો ઘણાં વર્ષોથી ભૂત પ્રેતમાંથી મુક્તિ મેળવવા માટે દુર દુરથી અહીં આવે છે.
કહેવાય છે કે, બાલાજી મહારાજનાં હજારો ગળ અહીં બાલાજીનાં નિત્ય લાગનારા લોકોના પ્રસાદની ખુશ્બુ માત્રથી જ તૃપ્ત થઇ રહ્યું છે. તેથી જ ભૂત પ્રેતથી ડરેલાં લોકો અહીં આવે છે અને ઠીક થઇને જાય છે.
મંદિરનો ઇતિહાસ
આ મંદિર સાથે જોડાયેલી એક કહાની પણ છે, અહીં બાલાજી મહારાજ,પ્રેતરાજ સરકાર અને શ્રી કૈતવા, આ ત્રણ દેવ અહીં આજથી લગભગ 1 વર્ષ પહેલાં પ્રગટ થયા હતા. મંદિરમાં બિરાજમાન મૂર્તિ પણ કોઇએ નથી બનાવી.
એ પણ માનવામાં આવે છે કે, મહંતને સપનામાં ભગવાન આવ્યા હતા, જેમાં બાલાજીના નિર્માણનો સંક્ત હતો.
એક માન્યતા પ્રમાણે જ્યારે પણ અહીંથી કોઇ પણ પાણી કે અન્નનો દાણો અથવા પ્રસાદ પણ ઘરે લઇને ન ઝઇ શકે. અહી લોકો સાથે વાત પણ નથી કરવામાં આવતી, તેમજ કોઇ વ્યક્તિ કોઇને ટચ પણ નથી કરી શકતું.