Get The App

દલિત યુવક પર અમાનુષી અત્યાચાર, ઢોર માર માર્યા બાદ પેશાબ પીવડાવતા હાહાકાર

Updated: Jan 30th, 2022

GS TEAM


Google News
Google News
દલિત યુવક પર અમાનુષી અત્યાચાર, ઢોર માર માર્યા બાદ પેશાબ પીવડાવતા હાહાકાર 1 - image


જયપુર, તા. 30. જાન્યુઆરી 2022 રવિવાર

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી છે.

અહીંના જુરુ જિલ્લામાં 26 જાન્યુઆરીની રાતે એક દલિત યુવાનનુ અપહરણ કરીને તેને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં પેશાબ પિવડાવવામાં આવતા હાહાકાર મચી ગયો છે.

પીડિત યુવાનનુ કહેવુ છે કે, હું મારા ઘે હતો ત્યારે ગામમાં રહેતો ઉમેશ નામનો વ્યક્તિ મારી ઘરે આવ્યો હતો.મને બહાર બોલાવીને તેણે તેની સાથે આવવા કહ્યુ હતુ.મેં ના પાડી તો ઉમેશ અને બીજા સાત લોકો આવીને મને બળજબરીથી કારમાં બેસાડીને ખેતરમાં લઈ ગયા હતા.

યુવકના કહેવા પ્રમાણે પહેલા તેમણે બળજબરીથી મને દારુ પીવડાવ્યો હતો અને એ પછી મને ખાલી બોટલમાં પેશાબ ભરીને પીવડાવ્યો હતો.એ પછી મને જાતિને લગતી ગાળો આપીને દંડા તેમજ દોરડા વડે માર માર્યો હતો.હું બેભાન થઈ ગયો હતો અને તેઓ મને મરેલો સમજીને ફરાર થઈ ગયા હતા.

યુવકનુ કહેવુ છે કે, ગયા વર્ષે હોળી દરમિયાન મેં એક ખાસ પ્રકારનુ વાજિંત્ર વગાડ્યુ હતુ અને તેનાથી આ યુવકો નારાજ હતા.યુવકનો આરોપ છે કે, આ આરોપીઓ જાટ સમુદાયના છે.પોલીસે હવે તેમની સામે ફરિયાદ નોંધીને બેની ધરપકડ કરી છે.

Tags :