Get The App

VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ

Updated: Apr 14th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ 1 - image

Rajasthan News : રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડૉ. બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો?

બે વર્ષ પહેલાં પ્રતિમાનું અનાવરણ કરાયું હતું

આજથી બે વર્ષ પહેલા જિલ્લાના બૌંલીમાં ડૉ. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી ચાર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દિરા મીના (Bamanwas Congress MLA Indira Meena)એ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રતિમાની નેમ પ્લેટ બદલી વખતે થયો વિવાદ

મળતાં અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઇન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તક્તી લગાવાની હતી. જોકે આ મામલે ભાજપના બૌંલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત (BJP Mandal President Hanumat Dixit) અને સ્થાનીક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના-જોશીની તક્તી હટાવી દીધી હતી.

અડધી રાત્રે પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્ય

તક્તી હટાવવાની વાત મળતાં જ ધારાસભ્ય ઇન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. નવી તક્તી હટાવતી વખતે મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસવા જતા હતા, ત્યારે મીના તેમની ગાડીના ફુટરેસ્ટ પર ચઢી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરુ કરી દીધી, ત્યારબાદ બંને વચ્ચે મારમારી થઈ.

આ પણ વાંચો : લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર...: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું

બે કલાક ચાલ્યો હંગામો, અધિકારીઓ વચ્ચે પડ્યા

એવું કહેવાય છે કે, બંને નેતાઓ વચ્ચે લગભગ બે કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને હંગામો થયો હતો. ત્યારબાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ચંદ્ર પ્રકાશ વર્મા, ASP નીલકમલ અને SHO રાધા રમણ ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વચ્ચે પડી બંને નેતાઓને શાંત પાડ્યા હતા. હાલમાં બંને તકતીઓ સુરક્ષિત રાખવામાં આવી છે.

આ પણ વાંચો : આટલો જ પ્રેમ હોય તો મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં PM મોદીનું નિવેદન