For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તર ભારતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, પહાડી રાજ્યોમાં હિમવર્ષા

હવામાન વિભાગએ આજે ફરી એકવાર હળવા વરસાદની આગાહી કરી

Updated: Jan 25th, 2023

Image : Pixabay

ઉત્તર ભારતના મોડી રાત્રે ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ સાથે ખુબ જ તેજ પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં વરસાદની અસર પહાડી રાજ્યોમાં પણ જોવા મળી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગએ આજે ફરી એકવાર હળવા વરસાદની આગાહી કરી છે.

રાજધાની દિલ્હીમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.  શહેરના બેઝ સ્ટેશન સફદરજંગમાં જાન્યુઆરીમાં અત્યાર સુધી માત્ર નજીવો વરસાદ થયો છે. જો કે ગયા વર્ષે જાન્યુઆરીમાં 88.2 મીમી વરસાદ નોંધાયો હતો જે 306 ટકા વધુ હતો. આ અગાઉ જાન્યુઆરી 2021માં 161 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જો કે દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.

આ રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા

દિલ્હી, યુપી, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ છે. પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. જોકે, ઘણા રાજ્યોમાં તાપમાનમાં વધારો થશે. ઉત્તરાખંડ, હિમાચલ સહિત લેહ લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હિમવર્ષા જોવા મળી હતી.

Gujarat