ભારતનું એવુ રેલવે સ્ટેશન, જ્યાંથી તમે ચાલતા વિદેશ જઈ શકો
બિહારનું આ એક એવુ રેલવે સ્ટેશન છે કે જ્યાંથી નેપાળ દેશ ઘણો નજીક પડે છે
Image Twitter |
તા. 18 ઓગસ્ટ 2023, શુક્રવાર
દેશમાં એવા કેટલાય રેલવે સ્ટેશન છે કે જેની કોઈને કોઈ વિશેષતા રહેલી છે. કોઈ રેલવે સ્ટેશન તેના પ્લેટફોર્મ માટે જાણીતું હોય છે, તો કોઈ રેલવે સ્ટેશન સ્વચ્છતા માટે સમગ્ર દુનિયાભરમાં જાણીતું છે. પરંતુ શું તમે જાણો છે કે ભારતીય રેલવેનું છેલ્લુ સ્ટેશન ક્યું છે. આમ તો તેના માટે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી પરંતુ કેટલાક સ્ટેશન એવા છે કે જે દેશની બોર્ડરથી નજીક આવેલા છે. જ્યાંથી તમે સરળતાથી વિદેશ યાત્રા કરી શકો છો.
ભારતનું કયું સ્ટેશન છે જે વિદેશ ચાલતાં પહોચાડે છે?
આ રેલવે સ્ટેશન બિહારના અરરિયા જીલ્લામાં આવેલું છે. અને આ સ્ટેશનનું નામ છે જોગબની સ્ટેશન. જે દેશનું છેલ્લુ સ્ટેશન કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સ્ટેશનથી નેપાળ માત્ર થોડેક જ દુર દેખાય છે અને ત્યાથી ચાલતા જઈ શકાય છે. પરંતુ વિશેષ વાત તો એ છે કે નેપાળ જવા માટે ભારતના લોકોને વીઝા અથવા પાસપોર્ટની જરુર નથી પડતી. આ સ્ટેશનથી તમે હવાઈ મુસાફરીનો ખર્ચ પણ બચાવી શકો છો.
અહીંથી પણ જઈ શકો છો વિદેશ
પશ્ચિમ બંગાળના સિંહાબાદ સ્ટેશન પણ છેલ્લુ સ્ટેશન માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જ્યા દેશના દરિયા કિનારાની શરુઆત થાય છે.આ પણ દેશનું છેલ્લુ સ્ટેશન કહેવામાં આવે છે. એક સમયે આ સ્ટેશન કલકતા અને ઢાકાની વચ્ચે સંપર્ક માટે જોડાયેલો હતો.