Get The App

આ સ્ટેશન પર એક સાથે ઊભી રહે છે 23 ટ્રેનો, રોજ જનારા લોકો પણ નથી શોધી શકતાં પોતાનું પ્લેટફોર્મ

દુનિયામાં રેલ નેટવર્કના મામલે ભારત ચોથા નંબર પર છે

દુનિયાનું સૌથી મોટુ પ્લેટફોર્મ ભારતમાં છે

Updated: Aug 11th, 2023

GS TEAM


Google News
Google News
આ સ્ટેશન પર એક સાથે ઊભી રહે છે 23 ટ્રેનો, રોજ જનારા લોકો પણ નથી શોધી શકતાં પોતાનું પ્લેટફોર્મ 1 - image
Image Envato 

. 11 ઓગસ્ટ 2023, શુક્રવાર 

ભારતીય રેલવેની ચર્ચા આખી દુનિયામાં છે. દુનિયામાં રેલ નેટવર્કના મામલે ભારત ચોથા નંબર પર છે. જ્યારે સાઈઝના મામલે ભારત સાતમા નંબર છે. આટલી મોટી જનસંખ્યા સાથે ભારતને અહીં સુધી પહોચવું ઘણી મુશ્કેલ વાત છે. ભારતમાં દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આટલુ જ નહીં અહી દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવવાનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જેની ઊંચાઈ એફિલ ટાવરથી પણ વધારે છે. આજે આપણે તેના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. 

ભારતીય રેલવેની વાત કરવામાં આવે તો કુલ 7 હજારથી વધારે સ્ટેશન છે

તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્ટેસન પરથી બીજા સ્ટેશન પર જવા માટે અહીંથી હજારો લોકો ટ્રેન પકડે છે. દિવસ-રાત ચોવીસ કલાક ભીડથી ભરેલું રહેતા આ સ્ટેશન પરથી રોજની 600 ટ્રેન પસાર થાય  છે. જો ભારતીય રેલવેની વાત કરવામાં આવે તો કુલ 7 હજારથી વધારે સ્ટેશન છે, જ્યા 13 હજારથી વધારે ટ્રેન પસાર થાય છે. તેમાથી કેટલાક સ્ટેશન મોટા છે તો કેટલાક નાના છે. 

આ રાજ્યમાં છે દેશનું સૌથી મોટુ સ્ટેશન 

કોલકતાના લોકોનું દિલ મોટુ છે. તે જ રીતે રાજ્યના દિલમાં વસેલુ છે, આ રેલવે સ્ટેશન સૌથી મોટું સ્ટેશન છે. તેનું નામ હાવડા જંકશન છે. હાવડા જંકશનને દેશનું સૌથી મોટુ સ્ટેશન માનવામાં આવે છે. આ પશ્ચિમ બંગાળની રાજધાની છે. તેને દેશનું સૌથી વધુ વ્યસ્ત સ્ટેશન માનવામાં આવે છે. આ રેલવે પર 10-15 નહી પરંતુ 23 પ્લેટફોર્મ આવેલા છે. અહી 26 રેલલાઈન નાખવામાં આવી છે. જેમા રોજે લગભગ 600 ટ્રેન પસાર થાય છે. જ્યાથી રોજ 600 ટ્રેન પસાર થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં વર્ષ 1854માં દેશની બીજી ટ્રેન પસાર થઈ હતી.

Tags :