India

રેલવે ભરતી બોર્ડે જાહેર કર્યું RPF કોન્સ્ટેબલનું પરિણામ, સત્તાવાર વેબસાઈટ પર કરો ચેક

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
રેલવે ભરતી બોર્ડ (RRB)ને આજે ગુરુવારે (19 જૂન) RPF કોન્સ્ટેબલ ભરતીનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.rrbcdg.gov.in/ પર જઈને પોતાનું મેરિટ જોઈ શકશે. જેમાં ઉમેદવારે પોતાનો રોલ નંબર સહિતની વિગતો નાખીને પરિણામ ચકાસી શકશે. જેમાં બોર્ડે તેની વેબસાઇટ પર પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની PDF યાદી અપલોડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે ભરતી બોર્ડે જાહેર કર્યું RPF કોન્સ્ટેબલનું પરિણામ, સત્તાવાર વેબસાઈટ પર કરો ચેક


RRB RPF Constable Result 2025 : રેલવે ભરતી બોર્ડ (RRB)ને આજે ગુરુવારે (19 જૂન) RPF કોન્સ્ટેબલ ભરતીનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.rrbcdg.gov.in/ પર જઈને પોતાનું મેરિટ જોઈ શકશે. જેમાં ઉમેદવારે પોતાનો રોલ નંબર સહિતની વિગતો નાખીને પરિણામ ચકાસી શકશે. જેમાં બોર્ડે તેની વેબસાઇટ પર પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની PDF યાદી અપલોડ કરી છે.

આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ

- સૌ પ્રથમ તો RRBની સત્તાવાર વેબસાઈટ rrbcdg.gov.in પર જાઓ.

- હોમપેજ પર 'RPF કોન્સ્ટેબલ પરિણામ 2025'ની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.

- પછી તમારા RRB ઝોન અનુસાર PDF ફાઇલ ડાઉનલોડ કરો.

- PDFમાં તમારો રોલ નંબર અથવા નામ ચેક કરવું. 

આ પણ વાંચો: FASTag પાસની જાહેરાત પછી મોટો સવાલ, એન્ટ્રી અને એક્ઝિટ જુદી જુદી ટ્રીપ ગણાશે? જાણો જવાબ

હવે જાહેર કરાયેલા આ રિઝલ્ટમાં પાસ થયેલા ઉમેદવારોને શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. PETની તારીખ અને એડમિટકાર્ડ ટૂંક સમયમાં RRBની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.