રેલવેમાં 3000થી વધુ યુવાઓની ભરતી માટે જાહેરાત, કોઈ પરીક્ષા કે ઈન્ટરવ્યુ વગર થશે પસંદગી
ઉત્તર રેલવેના વિવિધ વિભાગો, યુનિટો તેમજ વર્કશોપમાં કુલ 3093 એપ્રેન્ટિસની ભરતી કરવાની જાહેરાત
એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી સ્ક્રિનિંગ અને સ્ક્રુટનિંગના આધારે કરવામાં આવશે
તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર
RRC NR Apprentice Recruitment 2023: ઉત્તર રેલવેમાં બંપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રિક્રૂટમેન્ટ સેલ (RRC)એ ઉત્તર રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી કરવા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે.
ઉત્તર રેલવેમાં બંપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર રેલવેએ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઉત્તર રેલવેના વિવિધ ડિવિઝન, યુનિટ્સ અને વર્કશોપ માટે કરવામાં આવશે. તેથી ઈચ્છુક ઉમેદવારોએ રેલવેની અધિકૃત વેબસાઈટ rrcnr.org દ્વારા આ નોકરી માટે અરજી કરી શકે છે. રેલવે ભરતી 2023 માટે ઓનલાઈન અરજી તા. 11 જાન્યુઆરી 2024ના રાતના 12 કલાક સુધી ભરી શકાશે.
RRC NR Recruitment 2023: ભરતીની જગ્યાઓ
આ ભરતી અભિયાન અંતર્ગત ઉત્તર રેલવેના વિવિધ વિભાગો, યુનિટો તેમજ વર્કશોપમાં કુલ 3093 એપરેન્ટિસની ભરતી કરવાની જાહેરાત કરી છે.
RRC NR Recruitment 2023: વય મર્યાદા
અરજી માટે ઉમેદવારની ઉંમર 11 જાન્યુઆરી 2024 સુધીમાં 15 વર્ષથી વધારે અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદામાં નિયમ પ્રમાણે છૂટછાટ મળશે.
RRC NR Recruitment 2023: શૈક્ષણિક લાયકાત
માન્યતા પાપ્ત બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા સાથે 10મું ધોરણ અથવા તેની સમકક્ષ (10+2) ઉત્તીર્ણ હોવા જોઈએ. આ સાથે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત NCVT/SCVT દ્વારા સંબધિત ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ હોવુ જોઈએ.
RRC NR Recruitment 2023 : અરજી ફી
રેલવેની આ ભરતી માટે ઉમેદવારોએ 100 રુપિયા અરજી ફી ભરવાની રહેશે. જે ઓનલાઈન ભરવાની રહેશે, જેમા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેકિંગ દ્વારા ભરી શકાશે. SC, ST, PWD અને મહિલા વર્ગના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.
RRC NR Recruitment 2023: પસંદગીની પ્રક્રિયા
એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી સ્ક્રિનિંગ અને સ્ક્રુટનિંગના આધારે કરવામાં આવશે. જેમા કોઈ પરીક્ષા કે ઈન્ટરવ્યુ લેવામાં નહી આવે.
RRC NR Recruitment 2023: કેવી રીતે કરશો અરજી
ઉત્તર રેલવેએ હજુ સુધી ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરી નથી. અધિકૃત વેબસાઇટ પર ભરતી માટેની લિંક ત્રણ દિવસ પછી એટલે કે 11 ડિસેમ્બર 2023થી એક્ટિવ થશે.