India

રેલવેમાં રિટાયર થયેલા કર્મચારીઓને ફરી મળશે નોકરી! જાણો નવો નિયમ અને શરતો

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
રેલવેમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને એક તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલવેમાં જે નોન-ગેઝેટેડ (Non-Gazetted) એટલે કે નાના લેવલના પદ પર જે જગ્યાઓ ખાલી છે, તે જગ્યા ભરવા માટે નિવૃત્ત કર્મચારીઓને ફરી કરાર આધારિત કામ પર રાખી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેમાં રિટાયર થયેલા કર્મચારીઓને ફરી મળશે નોકરી! જાણો નવો નિયમ અને શરતો

Railway Retired Employees Job: રેલવેમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને એક તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલવેમાં જે નોન-ગેઝેટેડ (Non-Gazetted) એટલે કે નાના લેવલના પદ પર જે જગ્યાઓ ખાલી છે, તે જગ્યા ભરવા માટે નિવૃત્ત કર્મચારીઓને ફરી કરાર આધારિત કામ પર રાખી શકાશે.

આ પણ વાંચો: યોગ દિવસ પર ભારતમાં બન્યા વર્લ્ડ રૅકોર્ડ, ગિનીઝ બુકમાં નોંધાયું ગુજરાત અને આંધ્ર પ્રદેશનું નામ

અત્યાર સુધી એવો નિયમ હતો કે, કોઈ પણ રિટાયર્ડ કર્મચારી માત્ર એજ પદ પર ફરી કામ કરી શકતો હતો, જે પદ પર તે નિવૃત્ત થયો છે. એટલે જે પગાર લેવલ પર નિવૃત્ત થયો છે, તે જ  પગાર પરના પદ પર તેને ફરી રાખવામાં આવી શકતા હતા. હવે રેલવેએ આ નિયમમાં થોડી છૂટછાટ આપી છે. 

શું છે નવો નિયમ

1. Pay Level-1થી Pay Level-9 સુધી ખાલી પદો પર નિવૃત્ત થયેલા કર્મચારીને ફરી નિયુક્ત કરી શકાશે. 

2. હવે કોઈ નિવૃત્ત કર્મચારી તેમના રિટાયરમેન્ટવાળા પદથી ત્રણ લેવલ નીચેના પદ પણ ફરી કામ કરવા માટે અરજી કરી શકે છે. 

3. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી Pay Level-6માં રિટાયર્ડ થયો છે, તો તેને Level-6, Level-5, Level-4 અને Level-3 સુધીના પદો માટે પસંદ કરી શકાય છે.

રેલવે દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પહેલા તેમને પ્રાથમિકતા આપવામાં આવશે જે તે લેવલના પદ પરથી રિટાયર થયા છે. એટલે કે, જે લેવલના પદ ખાલી છે, તે લેવલથી રિટાયર્ડ વ્યક્તિને પહેલી તક આપવામાં આવશે. જો એવા વ્યક્તિ ન મળે તો, તેની ઉપરના લેવલ પરથી રિટાયર થયેલાને તક આપવામાં આવશે.

આ પણ વાંચો: ભારત માત્ર ઍસેમ્બલ કરે, ચીન નફો કમાય છે: રાહુલ ગાંધીએ 'મેક ઇન ઇન્ડિયા' પર ઉઠાવ્યો સવાલ

જરૂરી શરતો 

  • આ નિમણૂક ફક્ત ત્યારે જ કરવામાં આવશે જ્યારે ખરેખર જરૂર હશે.
  • નિવૃત્ત કર્મચારીઓને સંપૂર્ણ તપાસ અને વિચાર-વિમર્શ પછી જ પાછા લેવામાં આવશે.
  • આ નવો નિયમ જારી થયાની તારીખથી અમલમાં આવશે.
  • આ આદેશ રેલવે બોર્ડની મંજૂરી અને નાણાં વિભાગની સંમતિથી જારી કરવામાં આવ્યો છે.

રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી કામ કરવાની તક આપીને સ્ટાફની અછતને ભરવાનો પ્રયાસ કર્યો છે. આનાથી રેલવેની કામગીરીમાં પણ સુધારો થશે અને અનુભવી કર્મચારીઓને પણ બીજી તક મળશે.