India

રેલવેમાં મોટી ભરતી: 2000થી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ પર ભરતી જાહેર, જાણો ક્યારથી કરી શકશો અરજી

By GS TEAM
30 Sep 20252 mins read
TukuTouch Logo
સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ઉત્તર પશ્ચિમ રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી બહાર પડી છે. જો કે, તેના માટે અરજી પ્રક્રિયા હજુ શરુ થઈ નથી. અરજી પ્રક્રિયા શરુ થયા પછી લાયકાત ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાનમાં 2000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેમાં મોટી ભરતી: 2000થી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ પર ભરતી જાહેર, જાણો ક્યારથી કરી શકશો અરજી

Government Job in Railways: સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ઉત્તર પશ્ચિમ રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી બહાર પડી છે. જો કે, તેના માટે અરજી પ્રક્રિયા હજુ શરુ થઈ નથી. અરજી પ્રક્રિયા શરુ થયા પછી લાયકાત ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાનમાં 2000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 

આ પણ વાંચો : પાકિસ્તાનને મળશે વધુ આકરી સજા, ભારતીય સેનાએ શરૂ કર્યો પહેલો ડ્રોન યુદ્ધાભ્યાસ

ક્યારથી શરુ થશે અરજી પ્રક્રિયા

ઉત્તર પશ્ચિમ રેલ્વે એપ્રેન્ટિસ ભરતી માટે અરજી પ્રક્રિયા 3 ઓક્ટોબરથી શરૂ થનાર છે અને ઉમેદવારો આ તારીખથી અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર છે. રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ 2 નવેમ્બર પહેલાં અરજી કરી શકશે.

અરજી કેવી રીતે કરશો

  • સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  • ત્યારબાદ, ઉમેદવારોએ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા પછી ઉમેદવારોએ તેમનું અરજી ફોર્મ ભરવાનું રહેશે. 
  • અરજી ફોર્મ ભર્યા પછી ઉમેદવારોએ તેને સબમિટ કરવાનું રહેશે. 
  • ફોર્મ સબમિટ કર્યા પછી ઉમેદવારોએ પુષ્ટિકરણ પૃષ્ઠ ડાઉનલોડ કરો.
  • છેલ્લે ઉમેદવારોએ પ્રિન્ટઆઉટ લઈ લેવી.

લાયકાત

ઉમેદવારોએ કોઈ પણ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 % ગુણ સાથે 10મું ધોરણ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT)/સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (SCVT) દ્વારા જારી કરાયેલા સૂચિત વેપારમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર હોવુ જરુરી છે. આ પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 2 નવેમ્બર, 2025 સુધીમાં 5 વર્ષથી ઓછી અને 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ પણ વાંચો : ‘...તો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળી ગયો હોત’, CM ઓમર અબ્દુલ્લાના ભાજપ પર પ્રહાર

પસંદગી પ્રક્રિયા

પસંદગી સૂચના હેઠળ અરજી કરનારા દરેક ઉમેદવારો માટે તૈયાર કરાયેલ મેરિટ લિસ્ટ પર આધારિત હશે. આ મેરિટ લિસ્ટ મેટ્રિક્યુલેશનમાં મેળવેલા ગુણની ટકાવારી (ઓછામાં ઓછા 50% કુલ ગુણ સાથે) + એપ્રેન્ટિસશીપ જે ટ્રેડમાં કરવાની છે તેમાં ITI ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.