રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ
Image Source - @asha_ashagee |
Rail Minister Ashwini Vaishnaw Father Death : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દાઉ લાલ વૈષ્ણવનું મંગળવારે (8 જુલાઈ)ના રોજ નિધન થયું છે. તેઓ ઘણા સમયથી ગંભીર બિમાર હતા, જેના કારણે જોધપુર સ્થિત એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ તંત્રએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘અમે અત્યંત દુઃખ સાથે કહી રહ્યા છે કે, જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઉ લાલ વૈષ્ણનું 81 વર્ષની વયે આજે 8 જુલાઈ-2025ના રોજ 11.52 કલાકે નિધન થયું છે.’
અશ્વિની વૈષ્ણવના પિતા ઘણા સમયથી બિહાર હતા
હોસ્પિટલે વધુમાં કહ્યું કે, ‘દાઉ લાલ વૈષ્ણવ છેલ્લા ઘણા દિવસોથી ગંભીર બિમાર હતા અને જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તબીબી ટીમે તમામ સંભવ પ્રયાસો કર્યા છતાં, તેમને બચાવી શકાયા નથી. જોધપુર એમ્સ પરિવાર દિવંગત આત્માની શાંતિ હેતુ પ્રાર્થના કરે છે તેમજ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે’ હજુ સુધી પરિવાર તરફથી અંતિમ સંસ્કારની માહિતી અપાઈ નથી. અશ્વિની વૈષ્ણ હોસ્પિટલમાં પિતાની દેખરેખ માટે જોધપુર પહ્ચા હતા અને એમ્સ હોસ્પિટલ ગયા હતા.