Get The App

રાહુલ મોટર બાઈક ઉપર લડાખ પહોંચ્યા હતા આર્મી વેટેરન્સ સાથે લંબાણથી વાતચીત પણ કરી

Updated: Aug 23rd, 2023

GS TEAM


Google News
Google News
રાહુલ મોટર બાઈક ઉપર લડાખ પહોંચ્યા હતા આર્મી વેટેરન્સ સાથે લંબાણથી વાતચીત પણ કરી 1 - image


- લેહની મુખ્ય બજારમાં સેનાના પૂર્વ અધિકારીઓ અને જવાનો સાથે રાષ્ટ્ર ધ્વજ પણ લહેરાવ્યો

લેહ : કેરલનાં વાયનાડના સાંસદ રાહુલ ગાંધી અત્યારે લડાખની મુલાકાતે છે. તેઓએ અહીંની મુખ્ય બજારમાં સેનાના પૂર્વ અધિકારીઓ અને જવાનો સાથે લંબાણપૂર્વક વાતચીત પણ કરી હતી. વાયનાડના આ સાંસદને જોવા માટે અનેક લોકો બજારમાં પહોંચી ગયા હતા. રાહુલે તેઓ સામે હાથ હલાવી તેમનાં અભિવાદનોનો ઉત્તર આપ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરમાંથી સંવિધાનના અનુચ્છેદો ૩૭૦ અને ૩૫(એ) દૂર કરાયા અને જમ્મુ અને કાશ્મીર તથા લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે જાહેર કર્યા પછી, જમ્મુ અને કાશ્મીર તથા લડાખની મુલાકાતે જનારા રાહુલ સૌથી પહેલા વરિષ્ઠ નેતા બની રહ્યા છે.

રાહુલ લેહના મુખ્ય માર્ગ ઉપર પહોંચ્યા ત્યારે તેઓની સાથે લડાખ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કોંગ્રેસના અન્ય સભ્યો તથા સેનાના પૂર્વ અધિકારીઓ અને જવાનો પણ હતા. તેઓનાં આગમન સાથે લેહનો મુખ્ય માર્ગ 'ભારત માતા કી જય'ના નાદ સાથે ગૂંજી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સંસદમાં જાહેર કર્યું હતું કે લડાખમાં એક ઈંચ પણ ભૂમિ ચીનના લશ્કરે દબાવી નથી તે અંગે કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. તેમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ચીનના લશ્કરે આ વિસ્તારની અરીયાણની જગ્યા દબાવી પાડી છે.

તે ઉપરથી તેઓએ કહ્યું હતું કે, 'ચીનના પીપલ્સ લિબરેશન આર્મી' (પીએલએ)એ લડાખમાં એક ઇંચ પણ જમીન દબાવી નથી તેવો કેન્દ્ર સરકારનો દાવો ખોટો છે.

રવિવારે પોતાના પિતાશ્રી રાજીવ ગાંધીની ૭૯મી જન્મ-જયંતિ પ્રસંગે તેઓએ યાન-ગોંગ-ત્સો સરોવરનાં કાંઠે પુષ્પાંજલિ દ્વારા શ્રધ્ધાંજલિ પણ અર્પી હતી.

Tags :