મહિલા અનામત બિલમાં બે ખામી, સરકારનો જાતિ આધારિત વસતી ગણતરીથી ધ્યાન ભટકાવવા પ્રયાસ, રાહુલે તાક્યું નિશાન
રાહુલ ગાંધીએ બિલમાં બતાવી બે ખામીઓ
Updated: Sep 22nd, 2023
નારી શક્તિ વંદન બિલ કે જે 27 વર્ષથી લટકી રહ્યું હતું જેને હાલ બંને ગૃહમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે મહિલા અનામત બિલ (Women Reservation Bill) પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ બિલમાં બે ખામી રહેલી છે તેવો ઉલેખ્ખ કર્યો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર જાતિ ગણતરી પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
#WATCH | Women's Reservation Bill | Congress MP Rahul Gandhi says, "What is it that you are being diverted from? From OBC Census. I spoke of one institution in Parliament, that which runs the Government of India - Cabinet secretary and secretaries...I asked why only three out of… pic.twitter.com/6WVKGgYXb8
— ANI (@ANI) September 22, 2023
રાહુલ ગાંધીએ બિલમાં બતાવી બે ખામીઓ
રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલમાં બે ખામીઓ નીકળી હતી. પહેલા વસ્તી ગણતરી અને સીમાંકન કરવાની જરૂર છે. આ બંને કામમાં ઘણા વર્ષો લાગશે. જો સરકાર ઈચ્છે તો મહિલા અનામતને હાલમાં જ લાગુ કરવી શકે તેમ છે. વધુમાં રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યા હતા કે આનો અમલ થશે કે નહીં તે કોઈને ખબર નથી. આ ધ્યાન ભટકવા માટેની રાજનીતિ છે.
સરકાર ચલાવતા 90 અધિકારીઓમાંથી માત્ર ત્રણ OBC કેટેગરીના
રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલમાં OBC અનામત લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે સવાલ કર્યો કે, જે સંસ્થાઓ દેશ ચલાવે છે જેમ કે સંસદમાં કેબિનેટ સેક્રેટરી અને સેક્રેટરીઓ તેમાં 90માંથી માત્ર ત્રણ અધિકારીઓ જ OBC કેટેગરીના કેમ છે? પીએમ મોદી રોજ OBCની વાત કરે છે પરંતુ તેમણે ઓબીસી કેટેગરી માટે શું કર્યું?