રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ કરી 'સ્કૂટી' ની સવારી, અચાનક સ્ટુડન્ટ્સની લીધી મુલાકાત, તસવીર વાયરલ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પણ તેમની સાથે રાજસ્થાનની મુલાકાતે
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા ભવનનો શિલાન્યાસ કર્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે (MallikaArjun Kharge)અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) રાજસ્થાનની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને નેતા જયપુરમાં બની રહેલા રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટી (Rajasthan) ના નવા ભવનનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અચાનક જ મહારાણી કોલેજ (Maharani Collage) ની મુલાકાતે પહોંચી ગયા.
Empower women like Mimansha Upadhyay, and they’ll lead our country to a brighter future. pic.twitter.com/h2p6uW4Kag
— Rahul Gandhi (@RahulGandhi) September 23, 2023
કોઈ નક્કી કાર્યક્રમ નહોતો
માહિતી અનુસાર રાહુલ ગાંધીનો મહારાણી કોલેજની મુલાકાત લેવાનો કોઈ કાર્યક્રમ નહોતો પણ તેમનું મન થયું એટલે તે મહારાણી ગર્લ્સ કોલેજની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. જોકે તંત્રને જવી જ જાણી થઈ કે રાહુલ ગાંધી અહીં આવી રહ્યા છે તો ઉતાવળે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં પ્રિન્સિપાલ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.
સ્કૂટી પર કરી સવારી
દરમિયાન રાહુલ ગાંધીએ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ હેલમેટ લગાવીને સ્કૂટી (Rahul gandhi On Scooty) ની સવારી કરતા પણ જોવા મળ્યા હતા. સ્કૂટી એક યુવતી ચલાવી રહી હતી. સુરક્ષા કાફલા વચ્ચે તેમણે થોડાક અંતર સુધી સ્કૂટી પર સવારી કરી હતી.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.