Get The App

રાહુલ ગાંધી 'પપ્પુ' નથી સ્માર્ટ અને જિજ્ઞાસુ વ્યકતિ છે: રઘુરામ રાજન

Updated: Jan 19th, 2023

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધી 'પપ્પુ' નથી સ્માર્ટ અને જિજ્ઞાસુ વ્યકતિ છે: રઘુરામ રાજન 1 - image


- રઘુરામ રાજને રાહુલ ગાંધીની ખરાબ છબીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી

નવી દિલ્હી, તા. 19 જાન્યુઆરી 2023, ગુરૂવાર

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ખુલ્લીને પ્રશંસા કરી છે. રઘુરામ રાજને કહ્યું કે, રાહુલ પપ્પુ નથી તેઓ સ્માર્ટ નેતા છે. રઘુરામ રાજને તેમની ખરાબ છબીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. રઘુરામ ગત મહિને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. 

કોઈ પ્રકારે પપ્પુ નથી રાહુલ ગાંધી: રઘુરામ રાજન

એક ઈન્ટરવ્યુ દરમિયાન રઘુરામ રાજને કહ્યું કે, મને લાગે છે કે, રાહુલ ગાંધીની છબી દુર્ભાગ્યપૂર્ણ છે. મેં અનેક અવસરો પર તેમની સાથે વાતચીત કરતા લગભગ એક દાયકો વિતાવ્યો છે. રાહુલ ગાંધી કોઈ પણ પ્રકારે પપ્પુ નથી. તેઓ એક સ્માર્ટ, યુવા, જિજ્ઞાસુ વ્યક્તિ છે. 

રાહુલ ગાંધી સક્ષમ વ્યક્તિ: રઘુરામ રાજન

રઘુરામે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે, તમારે તમારી પ્રાથમિકતાઓ જાણવી જોઈએ. જોખમ લેવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે સારી સમજ હોવી જરૂરી છે. રાહુલ ગાંધી તે કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. રઘુરામે ભારત જોડો યાત્રામાં સામેલ થયા બાદ કહ્યું હતું કે, વર્ષ 2023 ભારતીય અર્થવ્યવસ્થા તેમજ બાકીના વિશ્વ માટે મુશ્કેલ રહેશે. તેમણે કહ્યું હતું કે, દેશ વિકાસ માટે જરૂરી સુધારા કરવામાં નિષ્ફળ રહ્યો છે.

નિમ્ન મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને નીતિ બનાવો

રઘુરામે કહ્યું કે, દેશમાં નિમ્ન મ્ધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને નીતી બનાવવી જોઈએ. કોરોના મહામારીના કારણે આ વર્ગ સૌથી વધુ પીડિત છે. 


Tags :