For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિદેશ મંત્રાલયની બેઠકમાં રાહુલ ગાંધીએ તોડ્યું મૌન, કેમ્બ્રિજની સ્પીચમાં કંઈ વાંધાજનક નહોતું

રાહુલ ગાંધીએ કહ્યું - મારી સ્પીચ એક વ્યક્તિ અંગે દેશ માટે નહીં

મોદી સરકાર પર કરેલી ટિપ્પણીઓને લઈને ભારે હોબાળો થયો હતો

Updated: Mar 19th, 2023

Article Content Image

image : Twitter


રાહુલ ગાંધી તાજેતરમાં કેમ્બ્રિજની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે મોદી સરકાર અંગે કરેલી ટિપ્પણીઓ પર ભારતમાં હોબાળો મચી ગયો હતો. સત્તા પક્ષ આ મામલે રાહુલ ગાંધીને દેશની માફી માગવા દબાણ કરી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી તેમના નિવેદન પર અડગ છે અને તેમણે કહી દીધું છે કે મારી સ્પીચમાં કંઈ જ વાંધાજનક નહોતું. 

વિદેશ મંત્રાલયની બેઠકમાં વિપક્ષ જોડાયો 

સંસદમાં ભારે હોબાળા વચ્ચે તાજેતરમાં વિદેશ મંત્રાલયની બેઠકમાં રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. તેમણે કહ્યું કે મારું નિવેદન એક વ્યક્તિ અંગે જ હતું. સરકાર કે પછી દેશને લઈને નહોતું. રાહુલે આ સફાઈ એવા સમયે આપી હતી જ્યારે ભાજપા સાંસદોએ ભારે હોબાળો મચાવી રાખ્યો છે. ભારતની જી૨૦ અધ્યક્ષતા અંગે આયોજિત વિદેશ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી અને વિપક્ષના તમામ નેતા હાજર હતા. આ દરમિયાન ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે તીખી ચર્ચા થઈ હતી. ભાજપે રાહુલ સામે આકરા પ્રહારો કર્યા હતા. 


Gujarat