India

AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- 'પિક્ચર હજી બાકી છે', શું ટૂંક સમયમાં છોડશે સાથ?

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
આમ આદમી પાર્ટી (AAP) માં ચાલી રહેલો આંતરિક કલહ હવે જાહેરમાં આવ્યો છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવ્યા બાદ અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા 'કોમ્પ્રોમાઈઝ્ડ' (સમજૂતીવાદી) ગણાવ્યા બાદ, રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક આક્રમક વીડિયો જાહેર કરીને વળતો પ્રહાર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, "આ તો માત્ર ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે."

Summarized by AI; it may make mistakes. Check important info

AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- 'પિક્ચર હજી બાકી છે', શું ટૂંક સમયમાં છોડશે સાથ?

Raghav Chadha AAP rift | આમ આદમી પાર્ટી (AAP) માં ચાલી રહેલો આંતરિક કલહ હવે જાહેરમાં આવ્યો છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવ્યા બાદ અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા 'કોમ્પ્રોમાઈઝ્ડ' (સમજૂતીવાદી) ગણાવ્યા બાદ, રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક આક્રમક વીડિયો જાહેર કરીને વળતો પ્રહાર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, "આ તો માત્ર ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે."

'પંજાબ મારી રુહ છે, માત્ર મુદ્દો નહીં'

વીડિયોમાં રાઘવ ચઢ્ઢાએ ભાવુક અને મક્કમ અંદાજમાં કહ્યું કે, પંજાબ તેમના માટે માત્ર કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ તેમનું ઘર, તેમનું કર્તવ્ય અને તેમની 'રુહ' છે. તેમણે પંજાબના પ્રશ્નો સંસદમાં ન ઉઠાવવાના આરોપોને ફગાવી દેતા, અત્યાર સુધી રાજ્યસભામાં પંજાબના હિતમાં આપેલા ભાષણોની ક્લિપ્સ શેર કરી છે.



સંસદમાં ઉઠાવેલા મુદ્દાઓનો પુરાવો રજૂ કર્યો

રાઘવ ચઢ્ઢાએ વીડિયો દ્વારા બતાવ્યું કે તેમણે સંસદમાં કયા મહત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે:

ખેડૂતો માટે MSPની કાનૂની ગેરંટી અને દેવા માફી.

પરાલી મેનેજમેન્ટ માટે કેન્દ્ર પાસે આર્થિક સહાયની માંગ.

પંજાબમાં ઘટતા ભૂગર્ભ જળ અને પ્રદૂષણની સમસ્યા.

કેન્સરના દર્દીઓ માટે ભટિંડા-બીકાનેર ટ્રેન અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની અછત.

ધાર્મિક સ્થળો માટે કોરિડોર અને પંજાબના રોકાયેલા ફંડની માંગ.

ભગવંત માન સાથેનો સંઘર્ષ ચરમસીમાએ?

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી AAPના નેતાઓ અને ખુદ સીએમ ભગવંત માન રાઘવ ચઢ્ઢા પર નિશાન સાધી રહ્યા હતા. હરિયાણા AAPના પૂર્વ અધ્યક્ષ નવીન જયહિંદે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે રાઘવ ચઢ્ઢાને 'શીશમહેલ'માં મુરઘો બનાવીને મારવામાં આવ્યા હતા. આ તમામ વિવાદો અને પાર્ટીની અંદર વધતી જતી ખાઈ વચ્ચે રાઘવ ચઢ્ઢાનો આ 'ટ્રેલર' વાળો વીડિયો આગામી સમયમાં પંજાબના રાજકારણમાં મોટો ધડાકો થવાના સંકેત આપી રહ્યો છે.