Get The App

આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે 1 - image

- રશિયન સિક્યુરિટી કાઉન્સીલના સેક્રેટરી સર્જી શોઇગુ અને ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલે જણાવ્યું

નવી દિલ્હી : રશિયાના પ્રમુખ પુતિન આ વર્ષના અંતે ભારતની મુલાકાતે આવવાના છે. તે માટેની ચોક્કસ તારીખો હવે નિશ્ચિત થશે. આ માહિતી આપતાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દૉવલે ગુરૂવારે મોસ્કોમાં પત્રકારોને જણાવ્યું હતું કે પ્રમુખ પુતિનની ભારતની મુલાકાત વિષે મારે અને રશિયન સિક્યુરિટી કાઉન્સીલના સેક્રેટરી સર્જી શોઇગુ સાથે વાત થઇ હતી. તેઓએ આગળ કહ્યું કે તે મુલાકાતની તારીખો હજી હવે નિશ્ચિત થશે પરંતુ તેથી દિલ્હીમાં ઉત્સાહ અને આનંદ વ્યાપી રહ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે પ્રમુખ પુતિનની તે મુલાકાત પરિવર્તનકારી બની રહેશે.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પ્રમુખ પુતિનની આ ભારતની પહેલી મુલાકાત બની રહેશે. પ્રમુખ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષે બે વખત મળ્યા હતા. પહેલી વખત જુલાઈ ૨૦૨૪માં, મોદી ૨૨મી ઇંડીયા રશિયા શિખર પરિષદ સમયે મળ્યા હતા તે વખતે તેઓને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડયુઝ ધી એપોસ્ટલ'થી નવાજવામાં આવ્યા હતા. તે પછી રશિયાના કાઝાનમાં ઓક્ટોબર ૨૦૨૪માં યોજાયેલી બ્રિક્સ શિખર પરિષદ સમયે મળ્યા હતા.

પ્રમુખ પુતિનની આ મુલાકાત એવા સમેય યોજવામાં આવી છે કે જ્યારે દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે ભારત દ્વારા ખરીદાતાં રશિયન ઓઇલ માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ૨૫% ટેરિફ અને ૨૫% પેનલ્ટી મળી કુલ ૫૦ ટકા જેટલો આયાતકર નાખ્યો છે તે ઉપરાંત બીજા પ્રતિબંધો પણ લાદવાની ધમકી આપી છે. દરમિયાન ક્રેમ્લીને કન્ફર્મ કર્યું છે કે પ્રમુખ પુતિન આગામી દિવસોમાં પ્રમુખ ટ્રમ્પને મળવાના છે.