India

પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં પણ મોટી ઘટના, ભીડમાં ફસાતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રામાં પણ મોટી ઘટના, ભીડમાં ફસાતા 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Images Sourse: IANS

Puri Jagannath Rath Yatra: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથયાત્રા ઉત્સવ દરમિયાન ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. 

નાસભાગ જેવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ?

દર વર્ષે યોજાતા રથોત્સવમાં, દેશ અને દુનિયાભરમાંથી ભગવાન જગન્નાથના લાખો શ્રદ્ધાળુઓ તીર્થનગરી પુરી પહોંચે છે. આ સમય દરમિયાન, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને 12મી સદીના પુરી જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડિચા મંદિર સુધી હાથ વડે ખેંચવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એક અઠવાડિયા સુધી ગુંડિચા મંદિરમાં રહે છે અને પછી સમાન શોભાયાત્રામાં જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં પાછા ફરે છે. 

આ પણ વાંચો: જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યું

આ વર્ષે પુરીમાં રથયાત્રામાં એક તરફ ભારે ગરમી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા. આ બંને કારણોસર ઘણાં શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા. આ ઉપરાંત, ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. 

10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરમાં તહેનાત હતા

વિશાળ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની આઠ કંપનીઓ સહિત લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરમાં તહેનાત હતા. ઓડિશાના DGP વાય.બી. ખુરાનિયાએ જણાવ્યું હતું કે, 'અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે દરેક શક્ય વ્યવસ્થા કરી છે. રથયાત્રા પર 275 થી વધુ AI-સક્ષમ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.'