પંજાબમાં રોપરના DIG 5 લાખની લાંચ લેતા ઝડપાયા, CBI એ રંગેહાથ ઝડપ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Punjab DIG bribe Case: કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને પંજાબ પોલીસના DIG (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોપડ (Ropar) રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને રૂ. પાંચ લાખ લેવાના કેસમાં CBI દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ
સમાચારની પુષ્ટિ આમ આદમી પાર્ટીના નેતાએ કરી
આ સમાચારની પુષ્ટિ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને પંજાબના મુખ્યમંત્રીના પૂર્વ મીડિયા સલાહકાર બલતેજ પન્નુએ કરી છે. પન્નુએ જણાવ્યું કે, CBI દ્વારા પંજાબ સરકારને આ ધરપકડ વિશે જાણ કરવામાં આવશે, ત્યારબાદ નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: નિવૃત્ત સૈનિકો માટે ગુડ ન્યૂઝ! શિક્ષણથી માંડી લગ્ન સુધી સરકાર કરશે બમણી આર્થિક સહાય
'પંજાબ સરકાર કોઈપણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં'
બલતેજ પન્નુએ વધુમાં સ્પષ્ટતા કરી કે, 'પંજાબ સરકાર કોઈપણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં.' આ ધરપકડ પંજાબમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા ઝુંબેશનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે. CBI દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. હાલ આ કેસ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે અને CBI દ્વારા સત્તાવાર નિવેદનની અપેક્ષા છે.









