પુણે મર્ડર કેસ: આરોપી સિયાના પિતાને આવ્યો હાર્ટ ઍટેક! માતાએ કહ્યું- ગુનેગારને ફાંસી આપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pune Ketan Aggarwal Murder Case 2026: મહારાષ્ટ્રના ચર્ચિત પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં એક પછી એક મોટા વળાંકો આવી રહ્યા છે. આ હાઈપ્રોફાઈલ હત્યાકાંડની મુખ્ય આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલની તબિયત અચાનક બગડી ગઈ છે. જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. મળતી માહિતી મુજબ, છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ તેમને પુણેની પ્રખ્યાત રૂબી હોલ ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મેડિકલ સ્ટાફે તેમને આઈસીયુ (ICU) માં દાખલ કર્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, કેતન મર્ડર કેસની ચાલી રહેલી તપાસ અને દીકરીની ધરપકડના ભારે માનસિક તણાવના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો છે.
હોસ્પિટલ પરિસરમાં કડક પોલીસ સુરક્ષા
પ્રવીણ ગોયલની સ્થિતિ પર નજર રાખવા અને ICU ની આસપાસની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે હોસ્પિટલ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ આરોપીના પરિવારને પણ કડક દેખરેખ હેઠળ રાખ્યો છે. બીજી તરફ, નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સતત પ્રવીણ ગોયલના હેલ્થ પેરામીટર્સ અને રિકવરી પર નજર રાખી રહી છે.
અકસ્માત નહીં પણ પ્લાન્ડ મર્ડર હતું
ઉલ્લેખનીય છે કે, 18 જૂનના રોજ કેતન અગ્રવાલની શંકાસ્પદ સંજોગોમાં મોત થઈ હતી. શરૂઆતમાં આ ઘટનાને એક સામાન્ય અકસ્માત તરીકે દર્શાવવામાં આવી હતી. જો કે, પોલીસની ઊંડી તપાસમાં સામે આવ્યું કે આ અકસ્માત નહીં પરંતુ કાવતરૂ ઘડીને કરાયેલી ક્રૂર હત્યા હતી. પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના મિત્ર ચેતન ચૌધરીની ધરપકડ કરી લીધી છે.
મોબાઈલ કનેક્શન અને નીરજ ચૌધરીની અટકાયત
આ દરમિયાન ગુરુવારે આ કેસમાં વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસે આ કેસમાં ચેતન ચૌધરીના મિત્ર નીરજ ચૌધરીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટનાના દિવસે નીરજની શું ભૂમિકા હતી. તપાસમાં સામે આવ્યું છે કે લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન જ્યારે કેતનની હત્યા કરવામાં આવી, ત્યારે મુખ્ય આરોપી ચેતન ચૌધરી પોતાનો મોબાઈલ ફોન ઘરે અથવા દુકાને મૂકીને ગયો હતો. તેના બદલે તે નીરજનો ફોન સાથે લાવ્યો હતો. ઘટનાના દિવસે ચેતન અને સિયા ગોયલ આ નીરજના મોબાઈલ દ્વારા જ એકબીજાના સતત સંપર્કમાં હતા. ચેતનના કાકાએ પણ મીડિયાને જણાવ્યું કે નીરજ છેલ્લા 3 થી 4 વર્ષથી તેમની ત્યાં કામ કરે છે અને પરિવારની ખૂબ નજીક છે. પોલીસ હાલ આ મોબાઈલ ડિજિટલ પુરાવાને આધારે આગળની તપાસ ચલાવી રહી છે.









