PUBG Mobile પર સરકારે પ્રતિબંધ લાદ્યો હોવા છતા પણ તે શા માટે ચાલું છે, જાણો
ઘણાં ગેમર્સ PUBG Mobile જેવી બીજી ગેમ્સ પર શિફ્ટ થઈ રહ્યા છે
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર 2020 રવિવાર
ભારત સરકાર દ્વારા ગત તારીખ 2 સપ્ટેમ્બરના દિવસે પબજી સહિતની કુલ 118 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી છે. પરંતુ, જે લોકોના સ્માર્ટફોન્સમાં પબજી મોબાઇલ અગાઉથી જ ઈન્સ્ટોલ છે તેમાં હજુ પણ પ્લેયર આ ગેમ રમી શકે છે. ભારતના ઘણાં પ્લેયર્સ હજુ પણ આ ગેમ રમી રહ્યા છે કે જેમણે પ્રતિબંધ પહેલા આ ગેમ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી હતી.
ભારતીય ગેમર્સ હજુ પણ પોપ્યુલર બેટલ રોયલ ગેમને પોતાના ફોનમાં રમી શકે છે. પણ, આ થોડા સમય સુધી જ ચાલશે કે જ્યાં સુધી ગેમ ડેવલપર્સ તરફથી ઈન્ડિયન ગેમ સર્વરને શટ-ડાઉન કરવામાં આવે નહીં. એકવખત ગેમને બ્લોક કર્યા પછી પ્લેયર્સ નવી મેચ શરૂ કરી નહીં શકે. આ સર્વર ક્યારે શટ-ડાઉન કરવામાં આવશે, તે સંબંધિત કોઈ ટાઈમલાઈન જાણવા મળી નથી. આ ગેમને ડેવલપ કરનાર કંપની Tencentનું કહેવું છે કે આ બધું ઠીક થાય તે માટે તેઓ સરકારની સાથે વાતચીત કરી રહ્યા છે.
ઘણાં ગેમર્સ PUBG Mobile જેવી બીજી ગેમ્સ જેવી કે Call of Duty: Mobile અને Gerena Free Fire પર શિફ્ટ થઈ રહ્યા છે. જ્યારે કેટલાંક લોકો હજુ પણ PUBG Mobile રમવા માગે છે. પ્રતિબંધ બાદ આ ગેમ ખૂબ બદલાઈ ગઈ છે અને પ્લેયર્સ સરળતાથી જીતતા તેઓને 'ચિકન ડિનર' મળી રહ્યું છે. ગેમમાં ઘણાં બોટ પ્લેયર્સ મળી રહ્યા છે કે જેનાથી જીતવું સરળ છે. હવે પ્લેયર્સને પહેલા જેવી મજા આવી રહી નથી.
જલદી જ આ ગેમને સંપૂર્ણરીતે બ્લોક કરવામાં આવશે તે નક્કી છે. આ પહેલા જૂનના અંતમાં જે 59 એપ્લિકેશન પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી તે થોડા દિવસો બાદ સંપૂર્ણરીતે બ્લોક કરવામાં આવી હતી. અહીં નોંધનીય છે કે PUBG Mobileનું PC વર્ઝન હજુ પણ રમી શકાય છે.