Get The App

યમુનામાં ઝેર ભેળવ્યાનો પુરાવો આપો : કેજરીવાલને પંચનો પત્ર

Updated: Jan 29th, 2025

GS TEAM

Google News
Google News
યમુનામાં ઝેર ભેળવ્યાનો પુરાવો આપો : કેજરીવાલને પંચનો પત્ર 1 - image

- હરિયાણા સરકાર પર કેજરીવાલના આરોપોથી વિવાદ

- કેજરીવાલે લોકોમાં ભેય ફેલાવ્યો, કાયદેસર પગલા લઇ ચૂંટણી પ્રચાર કરતા અટકાવો : ભાજપ 

નવી દિલ્હી: દિલ્હીમાં ચૂંટણી વચ્ચે આપના વડા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે  હરિયાણાની ભાજપ સરકાર યમુના નદીમાં ઝેર ભેળવીને દિલ્હીના લોકોનો જીવ જોખમમાં મુકી રહી છે. કેજરીવાલના આ દાવાને લઇને ભાજપ-કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરતા હાલ પંચે આપવડા પાસેથી જવાબ માગ્યો છે અને દાવાના પુરાવા આપવા કહ્યું છે.

કેજરીવાલે પ્રેસ કોન્ફરંસ કરીને દાવો કર્યો હતો કે દિલ્હી જળ બોર્ડના સીઇઓએ ખાતરી કરી છે કે યમુના નદીના પાણીમાં એમોનિયા નામનું ઝેર ભેળવવામાં આવ્યું છે. દિલ્હીના લોકોનો જીવ અમે જોખમમાં નહીં મુકવા દઇએ, કેજરીવાલે સાથે ચિમકી આપી હતી કે આ મામલે અમે કાયદેસરના પગલા લેવામાં પણ પાછીપાની નહીં કરીએ. 

બીજી તરફ કેજરીવાલના આ દાવા બાદ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેને પગલે ચૂંટણી પંચે કેજરીવાલ પાસેથી જવાબ માગ્યો હતો સાથે જ યાદ અપાવ્યું હતું કે જાહેર શાંતિ અને રાષ્ટ્રની એકતા તોડવા બદલ ત્રણ વર્ષ સુધીની સજા થાય છે. ચૂંટણી પંચે કેજરીવાલને બુધવાર સુધીમાં ઝેરના દાવાના પુરાવા રજુ કરવા કહ્યું હતું સાથે જ હરિયાણા સરકાર પાસેથી પણ સ્પષ્ટતા માગી છે. જ્યારે ભાજપે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે તે કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા અટકાવે કેમ કે તેઓ લોકોમાં ભય પેદા કરી રહ્યા છે. ભાજપનું એક ડેલિગેશન ચૂંટણી પંચને મળ્યું હતું.