India

VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો

By GS TEAM
1 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેની અસર હવે કાશ્મીર ઘાટીમાં પણ જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલના "ઓપરેશન એપિક ફ્યુરી" વિરુદ્ધ કાશ્મીરમાં ઉગ્ર દેખાવો શરૂ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો
 

IMAGE : PRESS TV

Kashmir Protest For Khamenei : ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેની અસર હવે કાશ્મીર ઘાટીમાં પણ જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલના "ઓપરેશન એપિક ફ્યુરી" વિરુદ્ધ કાશ્મીરમાં ઉગ્ર દેખાવો શરૂ થયા છે.

કાશ્મીરના ખીણપ્રદેશમાં વિરોધ પ્રદર્શન

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલો બાદ કાશ્મીર ઘાટીમાં વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. સેંકડો પ્રદર્શનકારીઓ ખામેનેઈના મોટા પોસ્ટરો અને તસવીરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓ "ખામેનેઈ ઝિંદાબાદ" અને "અમેરિકા-ઈઝરાયેલ મુર્દાબાદ" જેવા આક્રોશપૂર્ણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

ખામેનેઈના મોત પર યુપીના જૌનપુરમાં આક્રોશ

અમેરિકા-ઇઝરાયલના હુમલામાં થયેલા મોતના સમાચાર બાદ ઉત્તરપ્રદેશના જૌનપુરમાં આક્રોશ ફેલાયો છે. રવિવારે મોટી સંખ્યામાં શિયા સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. હાથોમાં ખામેનેઈના પોસ્ટર અને કાળા ઝંડા માટે પ્રદર્શનકારીઓએ અમેરિકા અને ઇઝરાયલ વિરૂદ્ધ ભારે નારેબાજી કરી.

ધાર્મિક અને રાજકીય કારણો

કાશ્મીરમાં આ પ્રદર્શનો પાછળ ઊંડી ધાર્મિક અને રાજકીય લાગણીઓ જોડાયેલી છે. આયતુલ્લા અલી ખામેનેઈને કાશ્મીરમાં એક ઇસ્લામી ક્રાંતિકારી અને પેલેસ્ટાઈન સમર્થક નેતા તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને શિયા સમુદાય અને ઈરાન સમર્થક જૂથોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. ઘણા લોકો "ઓપરેશન એપિક ફ્યુરી" ને ઇસ્લામ અને શિયા મુસ્લિમ સમુદાય પરના હુમલા તરીકે જોઈ રહ્યા છે.

ઓપરેશન એપિક ફ્યુરી

શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર જોરદાર પ્રહાર કર્યો હતો, જેને "ઓપરેશન એપિક ફ્યુરી" નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં ખામેનેઈ અને તેમના પરિવારના સભ્યો ઉપરાંત ઈરાનના 40 જેટલા ટોચના નેતાઓ અને કમાન્ડરો માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને કારણે મધ્ય પૂર્વની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.