Get The App

ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના 'પિતામહ' પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના 'પિતામહ' પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન 1 - image


- વી. રાજારામને દેશમાં ટેક્નોલોજીકલ ક્રાંતિનો પાયો નાંખ્યો

- 1965માં આઈઆઈટી કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસક્રમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી

- ભારતમાં એસઈઆરસીના અધ્યક્ષ તરીકે સુપરકમ્પ્યુટિંગ અને પેરેલલ કમ્પ્યુટિંગનું નિર્માણ કર્યું

Pro.Rajaraman Died: ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના 'પિતામહ' તરીકે પ્રખ્યાત પ્રોફેસર વૈદ્યેસ્વરન રાજારામનનું શનિવારે 92 વર્ષની વયે ટાટાનગર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું હતું. તેમના વિદ્યાર્થીઓમાં ટીસીએસના પહેલા સીઈઓ ફકીર ચંદ કોહલી અને ઈન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ટેક્નોલોજીકલ ક્રાંતિનો પાયો નાંખ્યો હતો.

પ્રો. રાજારામનું 92 વર્ષની ઉંમરે વય સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું હતું. વધતી વય સાથે તેઓ અનેક બીમારીઓથી પીડિત હતા. તેમનો જન્મ 1933 માં તમિલનાડુના ઈરોડમાં થયો હતો.  પ્રો. રાજારામને 1965માં આઈઆઈટી કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સમાં પહેલો ફોર્મલ શૈક્ષણિક અભ્યાસક્રમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે દેશમાં ટેક્નોલોજીકલ ક્રાંતિ માટે પાયારૂપ કામ કર્યું હતું. 

તેમણે ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રને આકાર આપવામાં છ દાયકાથી વધુનો સમય સમર્પિત કર્યો હતો. આ સમયમાં તેમણે અનેક સિદ્ધિઓ મેળવી હતી. ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ તેમને દરેક વિદ્યાર્થીના ગાર્ડિયન તરીકે માનતા હતા. તેમના દૂરદર્શીપૂર્ણ વિઝનના પગલે સાયન્સ અને કોમર્સના સ્નાતકો માટે માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ પ્રોગ્રામની શરૂઆત કરાઈ હતી, જે આજે ઊભરી રહેલા આઈટી ઉદ્યોગમાં મહત્વની માનવ સંશાધનોની સમસ્યાને દૂર કરે છે.

રાજારામન 1982થી 1994 સુધી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં સુપર કમ્પ્યુટર એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર (આઈઆઈએસી)માં સુપર કમ્પ્યુટર એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે. વિ. રાજારમને ભારતની સુપરકમ્પ્યુટિંગ અને સમાનાનંતર કમ્પ્યુટિંગ ક્ષમતાઓ માટે કામ કર્યું હતું. તેઓ 1987માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સલાહકાર પરિષદ દ્વારા રચાયેલી સમિતિનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું. આ સિવાય તેમણે ૧૯૮૭માં વડાપ્રધાનની જાહેરાત સલાહકાર પરિષ્દે રચાયેલી સમિતિનું અધ્યક્ષપદ કર્યું. 

દેશમાં કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ ભારત સરકારે 1987માં તેઓ વડાપ્રધાનની વિજ્ઞાાન સલાહકાર પરિષદ દ્વાર ચાયેલી એક સમિતિના અધ્યક્ષ પણ હતા. દેશમાં ટેક્નોલોજી શિક્ષણને નવી ક્રાંતિ મારફત નોંધપાત્ર યોગદાન બદલ તેમને 1976માં શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઈઝ અને 1998માં પદ્મભૂષણ એનાયત થયા હતા.

Tags :