Priyanka Gandhi Meet Nitin Gadkari: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરૂવારે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન જ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી પાસે અપોઇન્ટમેન્ટ (મુલાકાત માટે સમય) માગ્યો અને કહ્યું કે, મહિનાઓથી અપોઇન્ટમેન્ટ માગી રહી છું, પરંતુ નથી મળી રહી. તેના પર ગડકરીએ ગમે ત્યારે મળવાની વાત કરી. તેના થોડા સમય બાદ જ સંસદ ભવન ખાતે મંત્રી કાર્યાલયમાં કોંગ્રેસ સાંસદ સાથે તેમણે મુલાકાત કરી અને પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડથી જોડાયેલા કેટલાક મુદ્દા તેમની સામે રાખ્યા.
આ દરમિયાન હળવા મૂડમાં ગડકરીએ કહ્યું કે, 'આ પહેલા રાહુલ ગાંધી સાથે પણ અમેઠીના રસ્તાઓ અંગે ચર્ચા થઈ હતી. રાહુલજીનું કામ કર્યું, હવે તમારું કામ નહીં કરું તો લોકો કહેશે કે ભાઈનું કામ કર્યું અને બહેનનું ના કર્યું.' જે સાંભળીને પ્રિયંકા ગાંધી હસવા લાગ્યા હતા.
જ્યારે સંસદ ભવનના મંત્રી કાર્યાલયમાં બંને નેતાઓ મળ્યા ત્યારે માહોલ ખુબ હળવો હતો. બંનેએ હસી-મજાક કરી. આ દરમિયાન ગડકરી તરફથી ચોખથી બનાવેલી કેટલીક ખાસ ડીશ પણ પ્રિયંકા ગાંધીને ખવડાવી. જોકે, કેન્દ્રીય મંત્રી ગડકરીએ YouTube વીડિયો જોઈને ચોખાની એક ડીશ બનાવી હતી. એટલા માટે આજે તેમની ઓફિસ આવનારા તમામ લોકોને ચટણી સાથે ચોખાની તે ડિશ પીરસવામાં આવી હતી, જે ગોળ આકારમાં હતી. જ્યારે પ્રિયંકા ગાંધી તેમને મળવા આવ્યા, તો ગડકરીએ વાનગી ચખાડી હતી. પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા પણ ગડકરીને મળવા પહોંચ્યા હતા.

કેરળના સિક્સલેન પરિયોજના પર ચર્ચા
આ મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીએ કેરળથી પસાર થનારી સિક્સલેન યોજના પર ચર્ચા કરી. જેના પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેટલાક પ્રોજેક્ટ કેરળ સરકાર હેઠળ છે, એટલા માટે કેન્દ્ર સરકાર તેને સંભાળી નથી શકતી, પરંતુ તેમણે ભરોસો અપાવ્યો કે તેઓ બાકીના પ્રોજેક્ટ્સને જોશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે વાતચીત શરૂ રહી.
રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને ગડકરીએ મજાક કરી
આ દરમિયાન ગડકરીએ હસી મજાકમાં કહ્યું કે, 'ભાઈનું કામ કરી દીધું, બહેનનું નહીં કરું તો તમે બોલશો કે ન કર્યું.' આ સાંભળીને પ્રિયંકા ગાંધી અને રૂમમાં હાજર બીજા લોકો હસવા લાગ્યા. જોકે, પ્રિયંકા ગાંધીએ થોડા દિવસ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અને પ્રિયંકા ગાંધીના નાના ભાઈ રાહુલ ગાંધીએ પણ પોતાના મત વિસ્તાર રાયબરેલીના કેટલાક રોડ રસ્તા અંગે નિતિન ગડકરી સાથે મળીને ચર્ચા કરી હતી.


