રાજસ્થાનના સીકરની પ્રિયન સેને જીત્યો Miss Earth India 2023 નો ખિતાબ, યુટ્યુબથી કરી હતી તૈયારી
પ્રિયન એક છોકરાની જેમ રહે છે. પ્રિયન છોકરા જેવા કપડાં પહેરે છે
26 ઓગસ્ટના રોજ ડિવાઈન બ્યુટી ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમા મિસ અર્થ 2023નો ખિતાબ જીત્યો
Image Twitter |
તા. 29 ઓગસ્ટ 2023, મંગળવાર
રાજસ્થાનના સીકર શહેરમાં રહેનારી પ્રિયન સેને મિસ અર્થ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. હવે ઈન્ટરનેશનલ બ્યુટી પેજેન્ટ મિસ અર્થ 2023માં ભારત માટે ખિતાબ જીતવાની ઈચ્છા છે.
આ મુદ્દે વધુ વાતચિત કરતાં પ્રિયન સેને કહ્યું કે તે સીકરના સર્કિટ હાઉસ પાસે રહે છે. અને તેના પિતા જીતેન્દ્ર સેન સીકરમાં જ ફાઈનાન્સનું કામ કરે છે. સીકરની સાલાસર બસસ્ટેન્ડ પાસે તેમની ઓફિસ આવેલી છે. તેના કહેવા પ્રમાણે તેના પિતાની ઈચ્છા કે દિકરી દેશમાં નામ રોશન કરે છે. પ્રિયનને એક નાનો ભાઈ પણ છે. પ્રિયનનું આગળનું લક્ષ્ય ડિસેમ્બર 2023માં વિયેતનામમાં ઈન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ મિસ અર્થ પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેનો ખિતાબ જીતવાનો છે.
તે એક છોકરાની જેમ રહે છે. પ્રિયન છોકરા જેવા કપડાં પહેરે છે
પ્રિયન વધુ વાત કરતા કહે છે કે તેના પિતાજી તેને પણ પોતાનો દિકરો જ માને છે. અને નવાઈની વાત તો એ છે કે તે પણ એક છોકરાની જેમ રહે છે. પ્રિયન છોકરા જેવા કપડાં પહેરે છે તેમજ વાળ પણ છોકરા જેવા જ રાખે છે. વર્ષ 2004માં ઝુંઝુનું સીકર રસ્તા પર તેના પિતાનું અકસ્માતમાં મોત થઈ ગયુ હતું. માતા સુનિતા સેન સરકારી સ્કુલમાં ટીચર છે. હાલમાં તે સીકર જીલ્લામાં સિંહાસનની સ્કુલમાં કામ કરે છે.
26 ઓગસ્ટના રોજ ડિવાઈન બ્યુટી ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમા મિસ અર્થ 2023નો ખિતાબ જીત્યો
માતા સુનિતા કહે છે કે દીકરી પ્રિયન સેન સૌંદર્ય સ્પર્ધાઓની કોઈ રસ નહોતો. ડોક્ટર બનવા માટે તેણે વર્ષ 2020માં નીટની પરીક્ષા આપી હતી. પાસ તો થઈ તો તેને મોબાઈલ લાવીને આપ્યો હતો. ત્યારે દિકરી હવે કોટા મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે પછી વર્ષ 2022માં પ્રિયન મિસ રાજસ્થાન 2022ની ફસ્ટ રનરઅપ રહી હતી. હવે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 26 ઓગસ્ટના રોજ ડિવાઈન બ્યુટી ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમા મિસ અર્થ 2023નો ખિતાબ જીત્યો હતો. અને હવે તેનું આગળનું લક્ષ્ય ડિસેમ્બર 2023માં વિયેતનામમાં ઈન્ટરનેશનલ બ્યુટી પેજન્ટ મિસ અર્થ પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેનો ખિતાબ જીતવાનો છે.