Get The App

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ 1 - image

MP News: ઉજ્જૈનમાં આવેલી ભૈરવગઢ સેન્ટ્રલ જેલના હોસ્પિટલ વોર્ડમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેદીને દારૂ, સિગારેટ અને પત્તા રમવાની સુવિધા અપાઈ રહી છે. એક વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું છે કે, જેલના વોર્ડમાં પોલીસ કર્મી બીમાર કેદીને દવાની સાથે સાથે દારૂ પણ પીરસી રહ્યા છે. વીડિયો વાઈરલ થતાં એસપી પ્રદિપ શર્માએ કડક કાર્યવાહી હાથ ધરતાં ડ્યુટી પર તૈનાત પાંચ પોલીસ કર્મીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. સાથે એડિશનલ એસપીને સાત દિવસની અંદર સંપૂર્ણ તપાસનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. 

કેદીઓ દારૂ અને સિગારેટનો નશો કરી રહ્યા છે

વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેદી દારૂ અને સિગારેટનો નશો કરી રહ્યા છે. પત્તાની બાજી પણ રમી રહ્યા છે. તેમાં ચોંકાવનારી વાત એ છે કે, આ સુવિધા પોલીસકર્મીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વીડિયો બે-ત્રણ દિવસ જૂનો છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, હિસ્ટ્રીશીટર અજય સિંદલની ધરપકડ થઈ હતી. 1 સપ્ટેમ્બર, 2024ના રોજ તેણે પોતાના કાકા અનિલ સિંદલ પર જીવલેણ હુમલો કર્યો હતો. અજય સિંદલે જેલમાં પોતે બીમાર હોવાનું નાટક કરી હોસ્પિટલ વોર્ડમાં દાખલ થયો હતો. જ્યાં અજય સિંદલ બીમારીના બહાને 101 દિવસમાં બીજી વાર હોસ્પિટલ પહોંચ્યો હતો. જેમાં તે પોલીસ કર્મીઓ સાથે મળી દારૂની મહેફિલ માણતો જોવા મળ્યો હતો. તેના પર દેખરેખ અને સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મી અલ્તાફ હુસૈન, અરવિંદ મરમટ, સુનીલ બિઠોરે, લખન અહિરવાર અને સુનીલ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ જેલમાંથી બહાર આવતા જ બચુ ખાબડના નાના દીકરાની ફરી ધરપકડ, મનરેગા કૌભાંડમાં ભૂમિકાનો ખુલાસો

પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ

એસપી પ્રદિપ શર્માએ વીડિયોના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ડ્યૂટી પર તૈનાત પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતાં. એડિશનલ એસપીને સાત દિવસની અંદર આ મામલે સંપૂર્ણ તપાસ પૂરી કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેથી દોષિત પોલીસ કર્મીને બરતરફ કરી શકાય. વધુમાં જેલર અને સીએમએચઓને પણ આ મામલે વાસ્તવિકતા ચકાસવા અને આરોપી પર કાર્યવાહી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ જેલના સીસીટીવી ફુટેજ ચેક થઈ રહ્યા છે. જેથી આ પ્રકારની અન્ય કોઈ ગેરરીતિ થઈ રહી છે કે નહીં, તેની જાણ થઈ શકે.

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ 2 - image