mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વડાપ્રધાન મોદીની સંસદીય બેઠક વારાણસીના એક નહીં કુલ 50 નામ છે, જાણો રસપ્રદ ઈતિહાસ

Updated: May 15th, 2024

વડાપ્રધાન મોદીની સંસદીય બેઠક વારાણસીના એક નહીં કુલ 50 નામ છે, જાણો રસપ્રદ ઈતિહાસ 1 - image
Image Wikipedia

Lok Sabha Elections 2024 : વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંસદીય બેઠક છે. તેઓ આ પવિત્ર નગરીમાંથી બે વખત સાંસદ છે. હવે ફરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. એક દિવસ પહેલા જ તેમણે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. વારાણસીના ઘણા નામ છે. આ શહેરને કેટલાક અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. એકંદરે આ શહેરને એક-બે નહીં પરંતુ લગભગ 50 નામ મળ્યા છે. જો કે તેના 08 નામો સમયાંતરે પ્રચલિત થયા છે. પરંતુ તેમાથી ત્રણ નામો સૌથી વધુ લોકપ્રિય થયા છે. જેમાં વારાણસી, બનારસ અને કાશી આ ત્રણેય નામ ખૂબ પ્રચલિત છે. પરંતુ સવાલ એ છે કે, બનારસનું અધિકૃત રીતે વારાણસી નામ કેવી રીતે પડ્યું છે.

એક માત્ર એવુ શહેર કે જેને 50 નામ મળ્યા છે

જો કે, વારાણસીના 08 લોકપ્રિય નામ કયા કયા છે, તે પણ જાણીએ.. – બનારસ, કાશી, અવિમુક્ત ક્ષેત્ર, આનંદકાનન, મહાશમશન, રુદ્રવાસ, કાશિકા, તપસ્થલી, મુક્તિભૂમિ, શિવપુરી. આ ઉપરાંત એવું પણ કહેવાય છે, કે દેશનું આ એકમાત્ર આ શહેર એવું છે જેને 50 નામ મળ્યા છે.

રસપ્રદ વાત એ છે કે, મુઘલો અને અંગ્રેજોના સમયમાં જ્યારે આ શહેરનું સત્તાવાર નામ બનારસ હતું, તો તે વારાણસી કેવી રીતે થઈ ગયું. આનો પણ એક ઈતિહાસ છે. આમ તો આ નગરી સમગ્ર વિશ્વમાં બનારસના નામથી વધારે પ્રચલિત છે. હાલમાં આ શહેરના એક ઉપનગરીય રેલવે સ્ટેશનનું નામ બનારસ કરવામાં આવ્યું છે. ત્યાના મુખ્ય સ્ટેશનનું નામ વારાણસી કેન્ટ છે અને અન્ય એક ઉપનગર રેલવે સ્ટેશનનું નામ કાશી પણ છે. 

વડાપ્રધાન મોદીની સંસદીય બેઠક વારાણસીના એક નહીં કુલ 50 નામ છે, જાણો રસપ્રદ ઈતિહાસ 2 - image

કાશી લગભગ 3000 વર્ષ જૂનું નામ છે 

ડાયના એલ. સેકનું પુસ્તક “બનારસ સિટી ઑફ લાઇટ” માં લખે છે, કે વારાણસીનું સૌથી જૂનું નામ કાશી છે. આ નામ લગભગ 3000 વર્ષોથી બોલાઈ રહ્યું છે. ત્યારે કાશીના બહારના એરિયામાં ઈ.સા 600 વર્ષ પહેલા બુદ્ધ અહીં પહોંચ્યા હતા. બુદ્ધની વાર્તાઓમાં પણ કાશી શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હકીકતમાં કાશીનું નામ એક પ્રાચીન રાજા કાશાના નામ પર રાખવામાં આવ્યું હતું, જેમના સામ્રાજ્યમાં પાછળથી પ્રસિદ્ધ અને પ્રતાપી રાજા દિવોદાસ થયા. એવું પણ કહેવાય છે કે, પહેલા અહીં ઉંચુ અને લાંબું ઘાસ ઉગતુ હતું. જેના ફૂલો સોનેરી હતા. જે નદી કિનારે ફેલાયેલા જંગલોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા હતા. તેને કશેટા કહેવામાં આવતા હતા.

સિટી ઓફ લાઈટ એટલે કાશી

કાશીને કેટલીકવાર કાશીકા પણ કહેવામાં આવે છે. તેનો અર્થ થાય છે ચમકતું. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવની નગરી હોવાના કારણે તે હંમેશા ચમકતું રહે છે. જેને “કશાતે” એટલે કે “પ્રકાશનું શહેર (સિટી ઓફ લાઈટ)” કહેવામાં આવતું હતું. કદાચ એટલા માટે જ આ નગરીનું નામ કાશી પડ્યું હશે. કાશી શબ્દનો અર્થ તેજસ્વી/ઉજ્જવલ  અથવા દેદીપ્યમાન છે.

વારાણસી નામ કેવી રીતે પડ્યું?

વારાણસી પણ એક પ્રાચીન નામ છે. તેનો ઉલ્લેખ પણ બૌદ્ધ વાર્તાઓ અને હિંદુ પુરાણોમાં કરવામાં આવ્યો છે. મહાભારતમાં તેનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં તેનો પાલી ભાષામાં તેનું નામ હતું તે બનારસી હતું. જે ધીમે ધીમે બનારસના નવા નામ તરીકે ઓળખાવા લાગ્યું. તે પછી આ શહેર બનારસ તરીકે વધુ જાણીતું થયું. જો કે, હવે સત્તાવાર રીતે તેનું નામ વારાણસી છે.

આઝાદી પછી વારાણસી નામ થઈ ગયું

મુઘલોના શાસન અને પછી અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેનું નામ બનારસ રહ્યું, પરંતુ સ્વતંત્ર ભારતમાં તેનું અધિકૃત નામ વારાણસી થઈ ગયું. કોઈપણ બનારસી એ જ કહેશે, કારણ કે આ શહેરની એક તરફ વરુણા નદી છે, જે ઉત્તરમાં ગંગા અને બીજી તરફ અસિ નદીને મળે છે. આ નદીઓ વચ્ચે આવેલ હોવાને કારણે તેને વારાણસી કહેવામાં આવતું હતું.

સત્તાવાર રીતે વારાણસી નામ ક્યારે રખાયું?

વારાણસી નામનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ અને શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે, પરંતુ લોક ઉચ્ચારણમાં તે 'બનારસ' તરીકે જાણીતું થયું હતું. જે બ્રિટીશકાળ દરમિયાન તેને  'બેનારસ' કહેવામાં આવતું. આખરે 24 મે 1956ના રોજ તેનું સત્તાવાર રીતે નામ બદલીને વારાણસી કરવામાં આવ્યું હતું. 

આઝાદીથી પહેલેથી હતું આ બનારસ રજવાડા

આઝાદી પહેલા જ્યારે ભારતમાં આશરે 565 મૂળ રજવાડાઓ અસ્તિત્વમાં હતા, તેમાથી એક બનારસ પણ હતું. બનારસના રાજાને કાશી નરેશ અથવા બનારસ નરેશ અથવા કાશી રાજ કહેવાતા હતા.  15 ઓગસ્ટ, 1947 થી પહેલા પણ બનારસના તત્કાલીન મહારાજા વિભૂતિનારાયણ સિંહે તેમના રજવાડાના ભારતમાં વિલીનીકરણના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આઝાદી પછી જ્યારે ઉત્તર પ્રદેશની રચના થઈ, ત્યારે ગઢવાલ, રામપુર અને બનારસના રજવાડાઓને ભેળવી દેવામાં આવ્યા હતાં. 

એ સમયે બનારસના જાણીતા કોંગ્રેસી નેતા શ્રીપ્રકાશે બનારસનું નામ બદલીને તેનું પ્રાચીન નામ રાખવાની વાત કરી હતી. તે પછી શ્રીપ્રકાશને આસામના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ વાતનો ઉલ્લેખ થયો હતો કે, આ પ્રાચીન શહેરનું નામ કાશી કે વારાણસી હોવું જોઈએ. ત્યારે શ્રીપ્રકાશે સરદાર પટેલ અને ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને આ સંદર્ભે અનેક પત્રો પણ લખ્યા હતા.

સંપૂર્ણાનંદે વારાણસીના નામની મહોર મારી

હકીકતમાં જ્યારે આ શહેરનું નામ 24 મે 1956ના રોજ બદલવામાં આવ્યું, ત્યારે તેમા મુખ્ય ભૂમિકા સંપૂર્ણાનંદની હતી. ત્યાં સુધીમાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા હતા. તેમનો પોતાનો સંબંધ બનારસ સાથે રહ્યો હતો. સંસ્કૃતના આ વિદ્વાન નેતાએ બનારસને બદલે સંસ્કૃત નામ વારાણસી નામ પસંદ કર્યું હતું. 

Gujarat