India

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું 'પ્રચંડ' પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ઇતિહાસ રચ્યો

By GS TEAM
27 Feb 20261 min read
TukuTouch Logo
ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(LCH) 'પ્રચંડ'માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ 'પ્રચંડ'માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે આવી ક્ષમતા ધરાવનાર દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું 'પ્રચંડ' પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ઇતિહાસ રચ્યો

Droupadi Murmu Prachand Flight: ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(LCH) 'પ્રચંડ'માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ 'પ્રચંડ'માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે આવી ક્ષમતા ધરાવનાર દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે.

'પ્રચંડ'ની ઘાતક શક્તિ અને ટૅક્નોલૉજીની રાષ્ટ્રપતિએ મેળવી જાણકારી

સવારે લગભગ 9:15 વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. ત્યારબાદ, સવારે 10:15 વાગ્યે ગ્રૂપ કૅપ્ટન એન. એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. આ ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: 260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ

પોખરણમાં 'વાયુ શક્તિ-2026'નો પ્રારંભ

સાંજે રાષ્ટ્રપતિ પોખરણ ખાતે વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ 'વાયુ શક્તિ-2026'ના સાક્ષી બનશે. પાકિસ્તાન સરહદ નજીક યોજાનારા આ શૌર્ય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન પોતાની ઘાતક મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કળાનું પ્રદર્શન કરશે. આ ગૌરવશાળી પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.