Get The App

Mahakumbh Stampede: રાત્રે 10 વાગ્યે એકાએક વધી ભીડ અને... નાસભાગની સંપૂર્ણ ટાઈમલાઈન

Updated: Jan 29th, 2025

GS TEAM


Google News
Google News
Mahakumbh Stampede: રાત્રે 10 વાગ્યે એકાએક વધી ભીડ અને... નાસભાગની સંપૂર્ણ ટાઈમલાઈન 1 - image


Mahakumbh Stampede: પ્રયાગરાજમાં છેલ્લાં 17 દિવસથી (13 જાન્યુઆરી) થી શરૂ પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવારે (28 જાન્યુઆરી) મોડી રાત્રે નાસભાગ મચી હતી. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે તીર્થ ક્ષેત્રમાં હાજર લોકો સંગમ કિનારે જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. અચાનક નાસભાગ થવાથી લોકો અફરાતફરીમાં ભાગવા લાગ્યા અને આ દરમિયાન જે નીચે પડી ગયાં તે લાંબા સમય સુધી ઊભું ન થઈ શક્યા. 

ભીડ લોકોને કચડી રહી અને આ દરમિયાન જે લોકો નીચે પડી ગયાં તે ભીડની લપેટમાં આવી ગયાં. અકસ્માત દરમિયાન સંગમ કિનારે બૂમાબૂમ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે, આ નાસભાગમાં 10 થી વધારે લોકોની મોત થઈ હોવાની આશંકા છે. ચાલો Time Line દ્વારા સમજીએ ક્યારે શું થયું.

આ પણ વાંચોઃ મહાકુંભ જવું મુશ્કેલ થયું, નાસભાગ બાદ પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ, બેરિકેડ્સ લગાવાયા

નાસભાગની TIME LINE

  • રાત્રે 10 વાગ્યાથી જ આ સંગમ પર લોકોની ભીડ પહોંચવા લાગી હતી. તંત્ર ઈચ્છતું હતું કે લોગો આવે અને સ્નાન કરીને જાય. પરંતુ, લોકો અમૃત સ્નાનના ચક્કરમાં એકઠા થતા રહ્યાં. મૌની અમાવસ્યાના પર્વ પર અમૃત સ્નાન માટે દરેક લોકો સંગમ કિનારે જ ડૂબકી લગાવવા ઈચ્છતા હતાં. 
  • લોકોની ભીડ વધવા લાગી. જે લોકો મૌની અમાવસ્યા પર સ્નાન કરવા આવ્યા હતાં, તે બેરિકેડિંગના કિનારે પોલિથિન પાથરીને સૂતા હતાં. 
  • તંત્રએ સવારે 5 વાગ્યાથી શરૂ થતા અખાડાઓના અમૃત સ્નાન માટે એક આખો રૂટ પણ રિઝર્વ રાખ્યો હતો. મંગળવારે રાત્રે લગભગ 1:00 વાગ્યાથી, ભીડ જે માર્ગ પરથી સ્નાન કરવા જતી હતી તે માર્ગ ક્ષમતા કરતાં વધુ ભરાવા લાગ્યો.
  • પોલીસ વહીવટીતંત્ર તેમને નક્કી બેરિકેડિંગથી ઘાટ પર જવા અને પરત મોકલવાની પ્લાનિંગમાં હતું. પરંતુ, ભીડ આટલી બધી બેકાબૂ થઈ ગઈ કે, લગભગ 1.45 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે લોકો અનિયંત્રિત થઈને બેરિકેડિંગ કૂદીને સંગમ જવા લાગ્યા. 
  • બેરિકેડિંગ કૂદીને જવામાં લોકો આ પરિવારો પર પડ્યા અને જેઓ ત્યાં સૂતા હતાં. ત્યારબાદ લાકડાનું પાટિયું તૂટ્યુ તો ભીડ અચાનક લોકોને કચડીને આગળ વધવા લાગી.
  • આ નાસભાગમાં જે લોકો સૂતા હતાં અથવા સ્નાન કરવા જઈ રહ્યા હતાં તે કચડાયા અને ઈજાગ્રસ્ત થયાં. જોકે, સૂચના મળતાં જ 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા પહોંચી ગઈ.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 વાર મુખ્યમંત્રી યોગી સાથે ફોન પર વાત કરી. તેઓએ રાહત-બચાવ કાર્ય વિશે પણ જાણકારી લીધી. 
  • મુખ્યમંત્રી યોગીએએ નિવેદન આપ્યું કે, શ્રદ્ધાળુઓ સંગમ કિનારે જવાનું ટાળે અને જે ઘાટ પર છે, ત્યાં જ સ્નાન કરી લે.
  • પહેલાં ખબર સામે આવી હતી કે, સ્પેશિયલ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. જોકે, બાદમાં રેલવેએ કોઈપણ ટ્રેનને રદ્દ કરવાનો ઈનકાર કરી દીધો. 
  • 28 જાન્યુઆરીની રાત્રે થયેલી નાસભાગ બાદ અખાડાએ પહેલાં અમૃત સ્નાન ન રદ કરવાનો નિર્ણય લીધો. જોકે, બાદમાં તેઓએ કહ્યું કે, તે સ્નાન કરશે. 
  • વિપક્ષી પાર્ટીએ યુપી સરકાર પર નિશાનો સાધ્યો. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને સંજય રાઉત સહિત તમામ વિપક્ષી પાર્ટી નેતાઓએ VIP લોકોને પ્રાધાન્ય આપવાનો આરોપ લગાવ્યો.
Tags :