India

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘાયલ

By GS TEAM
5 May 20261 min read
TukuTouch Logo
પંજાબના ચંદીગઢમાં શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડ થયા પછી થોડીવારમાં જ એક મુસાફરની પાવર બેંકમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે તાત્કાલિક કાર્યવાહી કરીને મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘાયલ

Power Bank Blast In Indigo Flight: પંજાબના ચંદીગઢમાં શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડ થયા પછી થોડીવારમાં જ એક મુસાફરની પાવર બેંકમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે તાત્કાલિક કાર્યવાહી કરીને મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. 

ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ

અહેવાલો મુજબ, આ ઘટનામાં પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પાવર બેંક બ્લાસ્ટ થતાં ફ્લાઈટની કેબિનમાં થોડીક આગ લાગી હોવાનું જણાય છે.  તાત્કાલિક અસરથી કેબિન ક્રૂએ આગ ઓલવવાના સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવી દીધી હતી. આ દુર્ઘટના બાદ ફ્લાઈટમાં ધુમાડો ફરાઈ જતાં મુસાફરો ગભરાયા હતા. જો કે, તરત મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઈન્ડિગોની આ ફ્લાઈટ મંગળવારે(5 મે) હૈદરાબાદથી ચંદીગઢ પહોંચી હતી. ફ્લાઈટ ચંદીગઢ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ એક મુસાફરીની પાવર બેંકમાં બ્લાસ્ટ થયો હતો. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને જીરકપુરના એમ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: Explainer: બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો

ફ્લાઈટ મુસાફરની પાવર બેંક બ્લાસ્ટને લઈને હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે પાવર બેંકમાં બ્લાસ્ટ કેવી રીતે થયો. આ મામલે પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.