-પોર્શ ભારતમાં સેકન્ડ હેન્ડ કાર વેચશે
નવી દિલ્હી,તા. 8 જૂન, 2022, બુધવાર
જર્મન સ્પોર્ટ્સ લગ્ઝરી કાર કંપની પોર્શે ભારતમાં સેકન્ડ હેન્ડ કાર્સના માર્કેટમાં એન્ટ્રી કરી છે. પોર્શ 'અપ્રુવ્ડ' પ્રોગ્રામ હવે 12 મહિનાની લઘુતમ વોરંટી સાથે વપરાયેલી કાર પર દેશભરમાં ઉપલબ્ધ કરાવશે. જુની કાર માટે પણ કંપની 24 કલાક રોડસાઇડ આસિટન્સ સર્વિસનો લાભ અપાશે.
પોર્શ ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર મેનોલિટો વુજિસિકે જણાવ્યું હતું કે,” આ પહેલનો ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં ભારતના રસ્તાઓ પર પોર્શ ગાડીઓની સંખ્યામાં વધારો કરવાનો છે. સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં તેની સેવાઓનું વિસ્તરણ પોર્શ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
પોર્શ 'અપ્રુવ્ડ’ પ્રોગ્રામ હેઠળ ઉચ્ચ સ્તરની ગુણવત્તા ઓફર કરવામાં આવશે અને દરેક જુની વપરાયેલ પોર્શ ગાડીને 111 ટેસ્ટ પોઈન્ટમાંથી પસાર થવું પડશે.


