યુક્રેન સહિત 10 દેશોમાં વસ્તી ઘટી રહી છે : યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10 ટકા જેટલી વસ્તી ઘટી ગઈ છે
- યુરોપમાં વસ્તી ઘટી રહી છે : એશિયામાં વસ્તી વધી છે
- પ્રશાંત મહાસાગરના ટાપુ દેશ તુવાબુની કુલ વસતી 10 હજાર હતી : હવે તે પણ ઘટીને માત્ર 9 હજાર નાગરિકોની જ રહી છે
નવી દિલ્હી : દુનિયામાં એકધાર્યો વસ્તી વધારો દેખાય છે. હજ્જારો વર્ષે ધરતી પર માનવ વસ્તી ૧ અબજ સુધી પહોંચી હતી. પરંતુ એક અબજથી ૮ અબજ સુધી પહોંચતાં તેને ૨૦૦ વર્ષ જ લાગ્યાં. બીજી તરફ ૧૯૬૦થી હજી સુધીમાં એટલે કે ૬૫ વર્ષમાં જ દુનિયાની વસ્તી ૩ અબજથી વધીને ૮ અબજ પહોંચી આટલા જોરદાર વસ્તી વધારા વચ્ચે પણ કેટલાક દેશ એવા છે કે જ્યાં વસતી ઘટી રહી છે. પેસિફિક મહાસાગર પરના તુવાલુ ટાપુ દેસમાં તો વસ્તી જે ૧૦ હજારની હતી તે ઘટીને ૯ હજારની થઇ ગઈ છે.
૨૦૧૧માં દુનિયાની વસ્તી ૭ અબજ હતી. ૧૪ વર્ષમાં જ વસ્તીમાં ૧ અબજનો વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે ૨૦૩૦ સુધીમાં દુનિયાની વસતી ૮.૬ અબજ થઇ જશે. ૨૦૫૦માં તે આંક ૯.૮ અબજ પહોંચશે અને ૨૦૧૧માં તે આંકડો ૧૧.૨ અબજ ડોલર પહોંચશે.
પંરતુ યુક્રેન જાપાન અને ગ્રીસ જેવા કેટલાક દેશો છે કે જ્યાં વસતી ઘટી રહી છે. યુક્રેનમાં ૨૦૨૨થી ૨૦૨૩ સુધીમાં એટલે કે એક જ વર્ષમાં વસ્તીમાં ૮.૧૦ ટકાનો ઘટાડો થયો છે. તેનાં કારણોમાં યુદ્ધથી થયેલાં મૃત્યુ અને યુદ્ધ ભયને લીધે લોકો દ્વારા દેશ છોડી દેવાયો હોવાનું કહેવાય છે.
યુરોપના ગ્રીસમાં પણ વસ્તી ઘટી રહી છે. ત્યાં ૧.૬૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સેન્ટ મરીનોની વસ્તીમાં પણ ૧.૧૦ ટકા વસ્તી ઘટાડો થયો છે. જ્યારે દક્ષિણ પૂર્વ યુરોપનાં કોસોલોમાં ૧ ટકો, રશિયાના પાડોશી દેશ બેલારૂસની વસ્તીમાં ૦.૬૦ ટકા, તેમજ બોસ્નીયા, આલ્બેનિયામાં પણ વસ્તી ઘટાડો નોંધાયો છે.
જાપાનની વાત લઇએ તો ત્યાં પણ વસ્તીમાં અર્ધા ટકાનો ઘટાડો થયો છે. અન્ય દેશોમાં જન્મદર ઘટવા ઉપરાંત લોકો દેશ છોડી ચાલ્યા જતા હોવાથી વસ્તી ઘટાડો થાય છે પરંતુ જાપાનમાં જન્મ-દર ઘટવાથી જ વસ્તી ઘટાડો થયો છે.
એક તરફ યુરોપ અને યુરોપીય સંસ્કૃતિને અનુસરતાં જાપાનમાં વસ્તી ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી તરફ એશિયામાં વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે. ચીન, ભારત, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં વસતી વિસ્ફોટ થઇ રહ્યો છે.
ગ્રીસની વાત લઇએ તો ૨૧૦૦ સુધીમાં તેની વસ્તીમાં ૧૦ લાખનો ઘટાડો થઇ ૯૦ લાખ થઇ જશે. (અત્યારે ત્યાં ૧ કરોડ જેલટી વસ્તી છે) આ ઉપરાંત રશિયા, જેટાલી, દક્ષિણ કોરિયા પર પણ વસ્તી ઘટાડાનો ખતરો ચકરાવા લે છે.