India

તમિલનાડુ વિધાનસભામાં CM વિજયના ઈશારાથી રાજકીય વિવાદ, DMK એ 'બોડી-શેમિંગ'નો લગાવ્યો આરોપ

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના એક શારીરિક ઈશારાથી રાજકીય બબાલ મચી છે. સોમવારે વિજયે જમણા હાથથી જડબાને સ્પર્શ કરી ઉપર ઉઠાવવાનો ઈશારો કર્યો હતો. DMK અને ડાબેરી પક્ષોએ તેને ભૂતપૂર્વ CM એમ.કે. સ્ટાલિનની શારીરિક સ્થિતિની મજાક ગણાવી. MISA હેઠળ સ્ટાલિનના જડબામાં ઈજા થઈ હતી. DMK એ વિરોધમાં વોકઆઉટ કર્યું. વિજયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે તેમનો ઈશારો અનાયાસે થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુ વિધાનસભામાં CM વિજયના ઈશારાથી રાજકીય વિવાદ, DMK એ 'બોડી-શેમિંગ'નો લગાવ્યો આરોપ

CM Vijay Body Language Controversy: તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી અને TVK (તમિલગા વેટ્રી કઝગમ) પ્રમુખ સી. જોસેફ વિજયના એક શારીરિક ઈશારા (Body Language) ને લઈને મોટી રાજકીય બબાલ ઊભી થઈ છે. સોમવારે પોલીસ વિભાગની અનુદાન માંગ પર બોલતી વખતે વિજયે DMK અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના જમણા હાથથી જડબાને સ્પર્શ કરીને ઉપર ઉઠાવવાનો ઈશારો કર્યો હતો. DMK અને ડાબેરી પક્ષોના નેતાઓએ આ ઈશારાને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની શારીરિક સ્થિતિની મજાક ઉડાવવા સમાન ગણાવ્યો છે.

ઈશારા પાછળનો વિવાદ અને MISA નો ઇતિહાસ

ઉલ્લેખનીય છે કે ભારતમા ઈમરજન્સી (કટોકટી) દરમિયાન એમ.કે. સ્ટાલિનની MISA હેઠળ અટકાયત કરવામાં આવી હતી, જ્યાં કથિત રીતે થયેલી મારપીટમાં તેમના જડબા પર ગંભીર ઈજા પહોંચી હતી.

CPI(M) નો આરોપ: CPI(M) નેતા પી. શનમુગમે વિજય પર વ્યક્તિગત હુમલો અને સ્ટાલિનનું 'બોડી-શેમિંગ' કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'લોકશાહી બચાવવા માટે લાઠીઓ ખાનારા અને ઈજાગ્રસ્ત થનારા નેતાની મજાક ઉડાવવી એ નિંદનીય અને ગેરજવાબદાર વર્તન છે'.

વિધાનસભામાં હોબાળો: DMK વિધાયકોએ આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો, અને ઉદયનિધિ સ્ટાલિનની આગેવાનીમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયના DMK પર ભ્રષ્ટાચારના આરોપો

વિધાનસભામાં સંબોધન દરમિયાન CM વિજયે EDના દસ્તાવેજો અને સરકારિયા કમિશનના અહેવાલોનો હવાલો આપીને એમ.કે. સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટરો પાસેથી 'પાર્ટી ફંડ'ના નામે લાંચ વસૂલવામાં આવી રહી છે.

સ્પીકરનો ગૃહની કાર્યવાહીમાંથી ટિપ્પણી હટાવવાનો ઇનકાર

DMK નેતાઓએ CM વિજયના નિવેદનોને ગૃહના રેકોર્ડમાંથી હટાવવાની માંગ કરી હતી. જોકે, સ્પીકર જે.સી.ડી. પ્રભાકરે આ માંગ ફગાવી દેતાં જણાવ્યું કે, MISA અંગેનો ઉલ્લેખ ગૃહમાં અગાઉ પણ થઈ ચૂક્યો છે, તેથી આ ભાષણને રેકોર્ડમાંથી હટાવવાની કોઈ જરૂર નથી.

વિજયે સોશિયલ મીડિયા પર આપી સ્પષ્ટતા

વિવાદ વધતાં મંગળવારે CM વિજયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા જારી કરી હતી. તેમણે જણાવ્યું કે વિધાનસભામાં તેમની બોડી લેંગ્વેજ સહજ અને અનાયાસે થઈ હતી, તેનો હેતુ કોઈની પણ વાસ્તવિક કે વ્યક્તિગત લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમણે લોકોને વિનંતી કરી છે કે, આ ઈશારાને કોઈની સામે વ્યક્તિગત હુમલા તરીકે ન જોવામાં આવે.